Saturday, 27/07/2024
Dark Mode

દાહોદ:દુબઇથી પ્રસંગમાં આવેલી તબીબ કોરોના સંક્રમિત, એમીક્રોનની આશંકાને પગલે સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલાયો..

December 27, 2021
        1165
દાહોદ:દુબઇથી પ્રસંગમાં આવેલી તબીબ કોરોના સંક્રમિત, એમીક્રોનની આશંકાને પગલે સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલાયો..

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ:દુબઇથી પ્રસંગમાં આવેલી તબીબ કોરોના સંક્રમિત, એમીક્રોનની આશંકાને પગલે સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલાયો..

દાહોદ તા.૨૭

દાહોદમાં આજે ફરી કોરોના પોઝિટિવનો એક દર્દી સરકારી ચોપડે નોંધાવા પામ્યો છે ત્યારે 15 દિવસ પહેલા પણ એક દર્દી નોંધાયો હતો. આજના આ કેસમાં દુબઈથી આવેલ એક યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પોઝિટિવ આવેલ યુવતીના ઓમીક્રોમના સેમ્પલો પણ ગાંધીનગર ખાતે રવાના કરી દેવામાં આવ્યા છે.

દુબઈથી દાહોદ ખાતે એક તબીબ યુવતી જે દુબઈમાં પ્રેક્ટિસ કરે છે તે યુવતી દાહોદ ખાતે પોતાના ભાઈનો દીકરો એટલે કે, યુવતીના ભત્રીજાના નામકરણના ફંકશનમાં તારીખ 22 ના રોજ દાહોદ આવી હતી. યુવતીને પરત તારીખ ૨૪મીના રોજ દુબઈ ખાતે જવાનું હોય તે પહેલા તેને આરટીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તે કોરોના પોઝિટિવ આવી હતી. પોઝિટિવ આવેલ યુવતીના ઓમીક્રોમ સબંધી સેમ્પલો લઈ આરોગ્યતંત્ર દ્વારા ગાંધીનગર ખાતે સેમ્પલો મોકલી આપ્યા છે ત્યારે આજના એક પોઝિટિવ કેસને પગલે લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. યુવતીના સંપર્કમાં આવેલ તમામ તેના સ્વજનો સહિત કાર્યક્રમમાં આવેલા લોકોને હોમકવોરેન્ટાઇન દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ, દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 7147ને પાર થયો છે. આજે આરટીપીસીઆરના 1399 પૈકી એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો અને રેપિડ ટેસ્ટના 208 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી માત્ર આરટીપીસીઆરના રિપોર્ટમાંથી દુબઈની યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!