Friday, 19/04/2024
Dark Mode

ગરબાડા તાલુકાના ગુલબાર ગામે ચૂંટણીની અદાવતે યુવકની પથ્થરો ઝીંકી કરપીણ હત્યાં:ત્રણ પરિવારના 8 સગાઓ વિરુદ્ધ હત્યાંનો ગુનો નોંધાયો..

December 24, 2021
        1043
ગરબાડા તાલુકાના ગુલબાર ગામે ચૂંટણીની અદાવતે યુવકની પથ્થરો ઝીંકી કરપીણ હત્યાં:ત્રણ પરિવારના 8 સગાઓ વિરુદ્ધ હત્યાંનો ગુનો નોંધાયો..

જીગ્નેશ બારીયા :- દાહોદ 

ગરબાડા તાલુકાના ગુલબાર ગામે ચૂંટણીની અદાવતે યુવકની પથ્થરો ઝીંકી કરપીણ હત્યાં:ત્રણ પરિવારના 8 સગાઓ વિરુદ્ધ હત્યાંનો ગુનો નોંધાયો

 તું અમારા સરપંચ વોટ કેમ ન આપ્યો તેમ કઈ યુવકને પથ્થરો ઝીકી મોતને ઘાટ ઉતાર્યો..

યુવકની હત્યાના પગલે ગામના તમામ પુરુષો ભાગ્યા બાળકો અને મહિલાઓ હાજર..

 યુવકની હત્યાના આરોપીઓ ન પકડાય ત્યાં સુધી પરિવારનો લાશ ન સ્વીકારવા  જીદે ચડ્યા:પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો 

દાહોદ તા.22

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગુલબાર ગામે ગામ પંચાયતની ચૂંટણી સંબંધિત આઠ જેટલા ગામોના સશસ્ત્ર ટોળાએ ઘરના આંગણે બેઠેલા કેટલાક વ્યક્તિઓ પર છુટા પથ્થરો મારતા વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાવા પામ્યો હતો જેમાં એક વ્યક્તિને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેને દાહોદની હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા બાદ તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા જ્યાં મૃતકના પરિવારજનો દ્વારા મૃતદેહ લઈ જવાની ના પાડતા પોલીસની ભારે સમજાવટ બાદ પરિવારજનો દ્વારા મૃતદેહ લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે આઠ ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી આરોપીઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

ગત તારીખ 22મી ડિસેમ્બરના રોજ ગુલબાર ગામે રહેતા કમલેશભાઈ મંડોડ, નરેશભાઈ, રાકેશભાઈ, રસિકભાઈ, કાંતિભાઈ, શાંતિયાભાઈ, સુરેશભાઈ, પરેશભાઈ તમામ જાતે મંડોડનાઓ પોતાની સાથે હાથમાં પથ્થર લઈ ગુલબાર ગામે રહેતા મહેશભાઇ શંકરભાઇ મેડાના ઘર તરફ આવ્યા હતા અને કિકિયારીઓ કરી હાથમાં મારક હથિયારો તેમજ પથ્થરો લઈ બેફામ ગાળો બોલી લાગેલ કે, સરપંચ પદના ઉમેદવાર છત્રસિંહ મંડોડને કેમ વોટ આપેલ નથી, તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ મહેશભાઈ તથા તેમની સાથેના માણસો ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો અને આ દરમિયાન રાકેશભાઈ શંકરભાઈ મેડા ઉપર ભારે પથ્થરમારો કરતા તેઓને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી જેને પગલે તેઓને તાત્કાલિક દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન રાકેશભાઈનું મોત નિપજતા પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાને પગલે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો અને આ દરમિયાન મૃતકના પરિવારજનોએ આરોપીઓને જ્યાં સુધી નહીં પકડી લો ત્યાં સુધી લાસ નહી ઉઠાવી એવી રજૂઆત કરતાં પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને સમજાવતા આખરે પરિવારજનો દ્વારા મૃતક રાકેશભાઈના મૃતદેહને લઈ રવાના થયા હતા.

સમગ્ર મામલે મહેશભાઇ શંકરભાઇ મેડા દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હત્યાંના બનાવના પગલે ગામના પુરુષો ભાગ્યા:મહિલાઓ અને બાળકો હાજર 

ચૂંટણીને લઈને ગરબાડા તાલુકાના ગુલબાર ગામે એક વ્યક્તિની હત્યા થઈ હતી. ઘટના બનતા ગુલબાર ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તો બીજી તરફ મોટાભાગના લોકો પલાયન થઈ ગયા હતા માત્ર મહિલાઓ અને બાળકો ગામમાં રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું હતું. ગામ આખેઆખું ખાલી થઈ ગયો હોવાની પણ ભારે ચર્ચાએ જોર પકડયું હતું ત્યારે બીજી તરફ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે ગુલબાર ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે ત્યારે બનાવને પગલે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે પણ પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો અને લોકોની ભારે ભીડ પણ જોવા મળી હતી આવનાર સમયમાં આ ઘટનાના પડઘા ગામમાં લેવા પડશે તે તો આવનાર સમય જ કહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!