
સુવિધા ક્યારે મળશે.? સંતરામપુર તાલુકાના બેણદા ગામે પાકા રસ્તાની સુવિધા નો અભાવ: ગ્રામજનોને હાલાકી.
દાહોદ તા. ૧૩
સંતરામપુર તાલુકાના બેણદા ગામે ગ્રામજનો વર્ષોથી પાકા રસ્તા માટેની માંગણી કરી રહ્યા છે.પરંતુ આજ દિન સુધી પાકો રસ્તો બનાવવામાં આવેલો નથી ગ્રામજનો ચાર વર્ષ અગાઉ જાતે કાચો રસ્તો બનાવીને અવરજવર કરવા માટે સુવિધા ઉભી કરી હતી આ ગામ બેણદા અને ખેરવા બંને પંચાયતની અંદર સમાવિષ્ટમાં આવેલું છે 200 થી 300 જેટલા મહિના પરિવારો વસવાટ કરી રહેલા છે પરંતુ આજ દિન સુધી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવતી જ નથી અહીંના બાળકોને પ્રાથમિક શાળામાં જવા માટે કોલેજમાં જવા માટે ડુંગરાઓ ચઢીને અને ઉતરીને જવું પડતું હોય છે ખેતીના કામ માટે સાધન સામગ્રી લઈ જવા માટે પણ બે થી ત્રણ કિલોમીટર ચાલવું પડતું હોય છે આ ગામની અંદર આજ દિન સુધી સરકારની 108 નો પણ લાભ લીધો નથી ઘણીવાર મહિલાઓને ડીલેવરી સમયમાં જોડી બનાવીને રોડ કુદી લઈને આવવું પડતું હોય છે તંત્રની અને કક્ષાએ વારંવાર રજૂઆત કરવા છતાં આ ગામના લોકોને પાકા રસ્તા ની સુવિધા આપવામાં આવેલી નથી લાઈટની સુવિધા માટે અને જોડાણ માટે ગામના લોકો વર્ષો પહેલા જાતે ઈલેક્ટ્રીક પોલ લઇને આવેલા હતા તેવી કબડી પરિસ્થિતિ જોવા મળી આવેલી છે ગુજરાત સરકારના ગામડે ગામડે પાતા રસ્તા બનાવીશું વિકાસ કરીશું પોકારતા દાવા ખોટા સાબિત થાય છે આ ગામના લોકો મધ્યમ અને મજૂરી વર્ગના સૌથી વધારે વસવાટ કરે છે પશુપાલકના પર નિર્ભર રહેતા હોય છે આ ગામના પશુપાલકો ખેડૂતો શાકભાજી અને દૂધ માર્કેટમાં વેચાણ કરવા માટે બે કિલો મીટર ચાલીને ડુંગરા ઉતરીને ચડીને આવતા હોય છે પરંતુ આજે સુધી આ ગામના લોકોની તંત્રો દ્વારા કે સરકાર દ્વારા વેદના સાંભળવા તૈયાર જ નથી
*અમે રજૂઆતો કરીને થાક્યા ):ચાર વર્ષ અગાઉ ગ્રામજનોએ કાચો રસ્તો બનાવ્યો હતો :- ચુનીલાલ ગ્રામજનો રહેવાસી બેણદા*
અમે તો રસ્તા માટે રજૂઆત કરી કરીને થાકી ગયા છીએ અત્યારે અમારી પરિસ્થિતિ ગંભીર જ છે ચાર વર્ષ અગાઉ અહીંયા થી જવા માટે જાતે કાચો રસ્તો બનાવેલો હતો પણ અમારું કામ થતું જ નથી દરેક વખતે નેતાઓ સરપંચો ચૂંટણીના સમયે આ વખતે રસ્તો બનાવશું એમ કહીને જતા રહે છે.