Thursday, 09/02/2023
Dark Mode

દાહોદના સાંસદ સતત પ્રયત્નશીલ રહેતાં સફળતા:દાહોદ-ઇન્દૌર રેલ પરિયોજના પુન: શરૂ કરવા રેલવે બોર્ડનો આદેશ કરાયા..

December 19, 2021
        1065
દાહોદના સાંસદ સતત પ્રયત્નશીલ રહેતાં સફળતા:દાહોદ-ઇન્દૌર રેલ પરિયોજના પુન: શરૂ કરવા રેલવે બોર્ડનો આદેશ કરાયા..

જીગ્નેશ બારીયા દાહોદ 

દાહોદના સાંસદ સતત પ્રયત્નશીલ રહેતાં સફળતા:દાહોદ-ઇન્દૌર રેલ પરિયોજના પુન: શરૂ કરવા રેલવે બોર્ડનો આદેશ કરાયા..

એફ એમ રેડિયો સ્ટેશન શરુ થવાની દિશા ઉજજવળ બની:યોજના એક વર્ષ કરતાં વધુ સમયથી હોલ્ડ ઉપર મુકી દેવાઇ હતી

દાહોદ તા.19

કોરોના મહામારીને કારણે એક વર્ષ પહેલાંથી રોકાયેલુ દાહોદ-ઇન્દૌર રેલવે લાઇનનું કામ ટુંક સમયમાં ફરી શરૂ કરવામાં આવશે. રેલવે બોર્ડે ગુરુવારે આ માટેના આદેશ આપી દીધા છે. પરિયોજનાને ચાલુ કરાવવા માટે સતત પ્રયાસ કરી રહેલાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવથી પણ મુલાકાત કરીને રજૂઆત કરી હતી. તેના પરિણામે રેલવે બોર્ડે યોજનાને પુન: પાટે ચઢાવવા મંજુરી આપી દીધી છે. 2008માં કામ શરૂ કરીને રેલવેએ 2022માં કામ પૂર્ણ કરવાનો દાવો કર્યો હતો. જેમાં તેને નિષ્ફળતા મળી છે. વર્તમાનમાં 205 કિમી દાહોદ-ઇન્દૌર રેલ પરિયોજનાનું થોડુ કામ થઇ ચુક્યુ છે જ્યારે મોટાભાગનું કામ બાકી છે. સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યુ હતું કે, આ રેલવે લાઇનથી આદિવાસી વિસ્તાર સીધા મુખ્ય શહેરોથી જોડાઇ જશે. ત્યાર બાદ વિકાસ કાર્યમાં વધુ ઝડપ આવશે.જેથી કામ શરૂ કરાવવા સતત પ્રયાસ કરાઇ રહ્યો હતો. તેમાં સફળતા મળી ગઇ છે. રેલવેથી સતત અપડેટ લઇશુ. પીઆરઓ ખેમરાજ મીણાએ જણાવ્યુ હતું કે, રેલવે બોર્ડની મંજુરી મળી છે. જે મુજબ રેલવે વહેલામાં વહેલી તકે કામ શરૂ થઈ જશે.

2008માં 205 લાંબી દાહોદ-ઇન્દૌર રેલવે લાઇનનો ખર્ચ 678 કરોડ આંકવામાં આવ્યો હતો. જે હવે વધીને લગભગ 1640 કરોડ થઇ ગયો છે. 8 ફેબ્રુઆરી 2008માં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા શિલાન્યાસ બાદથી 2019 સુધી યોજના ઉપર 700 કરોડ રૂપિયા ખર્ચાઇ ચુક્યા છે. એટલું જ નહીં પરિયોજનામાં આશરે 646.31 હેક્ટર જમીન હાલ પણ એક્વાયર નથી થઇ. તેમાં 536.46 હેક્ટર જમીન ખાનગી અને 64.55 હેક્ટર જમીન વન વિભાગની છે. ઇન્દૌરથી પીથમપુર થઇ ગુણાવદ સુધી 22 કિમી અને દાહોદથી કતવારા સુધી 10 કિમીમાં પાટા પથરાયા છે. ઇન્દૌરથી ધાર સુધી નાના-મોટા મળીને 12 પુલ બનાવવાનું આયોજન છે.

 રતલામ-ડૂગરપુર-બાંસવાડા રેલવે લાઇન હવે બે ભાગમાં પથરાશે

રેલવે અને રાજસ્થાન સરકારની નવી કવાયદ મુજબ 191.74 કિમી લાંબી ડૂંગરપુર-બાંસવાડા-રતલામ નવી રેલ પરિયોજનાને હવે બે ભાગમાં પૂરી કરાશે. એક ફેઝ ડૂંગરપુરથી બાંસવાડા અને બીજો ફેઝ બાંસવાડાથી રતલામ રખાશે. બે ચરણમાં કામ થવાથી વર્તમાન ખર્ચ 4262 કરોડ રૂપિયા બે ભાગમાં વહેંચાઇ જશે. તેનાથી બજેટ મળવામાં પણ સરળતા થશે. આ રકમ 2017માં રિવાઇઝ કરેલા એસ્ટીમેટની છે. ચાર વર્ષમાં 10 ટકાના હિસાબે 639 કરોડ રૂપિયાની વૃદ્ધિ બાદ પ્રોજેક્ટ 4901 કરોડ રૂપિયા સુધી પહોંચી ચુક્યુ છે. રાજસ્થાન સરકાર એક સાથે આટલી મોટી રકમ ખર્ચવામાં અસક્ષમ છે. માટે હવે પ્રોજેક્ટને બે ભાગમાં તોડીના આગળ વધારવામાં આવશે. જોતે, સરકાર અને રેલવે આ બાબતે અંતિમ નિર્ણય હાલ સુધી લીધો નથી.

બોક્સ:એફ એમની દિશા ઉજ્જવળ બની.

દાહોદના પૂર્વ કેન્દ્રીય મંત્રી સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી ભારત સરકારના અનુરાગ ઠાકુરને મળીને દાહોદની સ્માર્ટ સિટી બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

દાહોદ એક મહત્વકાંક્ષી જિલ્લો હોવાથી તથા એફ એમ રેડીયો સ્ટેશનની મંજૂરી ભારત સરકાર દ્વારા આપી દેવામાં આવી જ્યારે એફ.એમ-રેડીયો સ્ટેશન બનાવવા નાણા પણ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા પરંતુ આ બનાવવા માટે જમીન ખરીદવા માટે સરકારે આપેલા રૂપિયાની વધારે રૂપિયાની ફાળવણી કરવા માટે આજરોજ સાંસદ જશવંતસિંહ દ્વારા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની દિલ્હી સ્થિત કાર્યાલયની મુલાકાત લેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!