
કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકાની 30 ગ્રામ પંચાયતો માટેની યોજાયેલી ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન,સાંજે 5 વાગ્યાં સુધી 72.65 ટકા મતદાન નોંધાયું..
સીંગવડ તાલુકાના ડુંગરપુર પ્રાથમિક શાળામાં સાંજે 6:00 વાગ્યા બાદ પણ મતદાન ચાલુ રહ્યું
મતદાન પૂર્ણ થવાના સમયે ૯૮ જેટલા મતદારો બાકી રહેતા ચિઠ્ઠી આપી મતદાન કરાવડાવ્યું
મતદાન સમયે અંધારું પડતા લાઈટ તેમજ અન્ય વ્યવસ્થા કરાઈ
સિંગવડ તાલુકાના વડા પીપળા ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન ઉમેદવારની માતા તેમજ ભત્રીજા કેટલાક વ્યક્તિઓને કર્યો હુમલો
મલેકપુર પ્રાથમિક શાળામાં યુવક સાથે મતદાન મથક પર આવતા બંને પક્ષે હોબાળો: પોલીસે મામલો થાળે પાડયો..
સીંગવડ ના મેથાણ ગામ ની મુખ્ય પ્રાથમિક શાળામાં મતદાન મથકના પ્રવેશ દ્વાર પર ઉમેદવારના ચૂંટણી નિશાન નું ચિત્ર દોરતા આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી..
સીંગવડ તા.19
સિંગવડ તાલુકા ની તે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે સવારે સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થઇ હતી જ્યારે સિંગવડ તાલુકા ની ગ્રુપ ગ્રામ પંચાયત પરમારના ડુંગરપુર ખાતે ૧૦૫૮ કુલ મતદારોમાંથી 725 જેટલા મતદારોએ મતદાન નો ઉપયોગ મોડી સાંજે 6 વાગ્યા સુધી કરતા ૯૮ જેટલા મતદારો બાકી રહી જવા પામ્યા હતા. જ્યારે પરમારના ડુંગરપુર ગામે ચૂંટણી દરમિયાન 2 બુથ બનાવવામાં આવ્યા હતા જ્યારે તાજેતરની ચૂંટણીમાં એક જ બુથ હોવાના કારણે વહીવટી તંત્રની ભૂલના કારણે મતદારોને ભૂલનો ભોગ બનવાનો વારો આવ્યો હતો તથા મતદારોનો આક્રોશ જોવા મળ્યો હતો
મોડી સાંજ બાદ છ વાગ્યાના સમય બાદ ૯૮ જેટલા મતદારો મતદાન કરવાનું બાકી રહી ગયા હોવાનું વહીવટીતંત્રને જણાવતા તમામ મતદારોને શાળાના ગેટ ની અંદર લઈ ચિઠ્ઠી આપવામાં આવી અને મોડી રાત સુધી મતદાન કરવામાં આવ્યું હતું જ્યારે મામલતદાર સિંગવડ ને આ બાબતે પૂછતા વધારાનો સ્ટાફ મોકલવાનું જણાવ્યું હતું.જ્યારે સ્થળ પર વધારાનો સ્ટાફ મોડી રાત સુધી પહોંચ્યો ન હતો. સ્થળ પર નું વહીવટી તંત્ર અને ગ્રામજનો દ્વારા લાઈટ અને અન્ય વ્યવસ્થા મધ્યરાત્રી માટે હાથ ધરવામાં આવ્યો હતો જ્યારે વડાપિપલા ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન ઉમેદવાર પંકજભાઈ હઠીલા ઉમેદવારી નોંધાવી હતી તે દરમિયાન મોડી સાંજે ગામના કેટલાક વ્યક્તિઓએ હુમલો કરતા પંકજભાઈ ની માતા અને ભત્રીજો મતદાન કરવા જતા તે દરમ્યાન ગામના કેટલાક હોય તો બનાવી હુમલો કરતા ગંભીર ઈજાઓ થવા પામી હતી જ્યારે પોલીસને જાણ કરતાં તેમજ 108ને જાણ કરતા 108 ઘટનાસ્થળે આવી તાત્કાલિક ધોરણે સિંગવડ સીએચસી ખાતે રીફર કરવાની ફરજ પડી હતી દરમિયાન તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરતા પોલીસે હાલ તપાસ આરંભી છે જ્યારે સિંગવડ તાલુકા ના મલેકપુર પ્રાથમિક શાળામાં મતદાન મથક ઉપર એક યુવક દ્વારા ગાડી સાથે મતદાન મથકમાં પ્રવેશ કરવા જતા બંને પક્ષો વચ્ચે હોબાળો હતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચેલા પોલીસ કાફલાએ ટોળાને વિખેરી મામલો થાળે પાડયો હતો જ્યારે સીંગવડ ના મેથાણ ગામ ની મુખ્ય પ્રાથમિક શાળામાં મતદાન મથકના પ્રવેશ દ્વારની સામે જ રસ્તા ઉપર જ ઉમેદવાર નંદાબેન ભારતભાઈ ઝાલૈયાનું ચૂંટણી ચિહ્નનુ નિશાન દોરી આચાર સંહિતાનો ભંગ કરતા તેની સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરવા માટે રજૂઆત થવા પામી છે. જોકે સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ થવા પામી ન હતી
સીંગવડ તાલુકામાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે યોજાયેલા મતદાન મથકો ઉપર મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું પરંતુ મતદાન મથકો ઉપર મતદારોની લાંબી કતારો લાગતા મતદારોએ પણ સરકારની કોરોના ગાઇડ લાઇનનો ભંગ કરી માસ્ક વગર મતદારો જોવા મળ્યા હતા. જ્યારે વહીવટી તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ન કરી હોવાનું પ્રાથમિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું જ્યારે સંક્રમણ ને જાણે કે આમંત્રણ આપ્યું હતું મોટાભાગના મતદારો માંસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કર્યું હતો.