
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા ગ્રામ પંચાયતને ગ્રામજનો દ્વારા તાળાબંધી કરતા દરમ્યાનગીરી બાદ ગ્રામજનોની સમજાવટ બાદ તાળા ખોલાયા*
*ફતેપુરા ગ્રામ પંચાયતના વહીવટદાર ગેરહાજર રહેતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો*
સુખસર,તા.2
ફતેપુરા તાલુકાની મોટાભાગની ગ્રામ પંચાયતો ખાતે ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું .જેને અનુલક્ષીને ફતેપુરા ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભા યોજવામાં આવી હતી.આ ગ્રામ સભા તાલુકા પંચાયતના કર્મચારી ડામોર ભાનુભાઈની અધ્યક્ષતામાં યોજાય હતી.ગ્રામસભાનુ સંપૂર્ણ સંચાલન ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી મુકેશભાઈ ચરપોટે સંભાળ્યું હતું.
ફતેપુરા ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભા ગ્રામ પંચાયતના પાટંગણમા આવી હતી. જેમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ જોવાઈ રહી હતી.આ ગ્રામ સભામાં ગ્રામ પંચાયતના વહીવટદાર સંતોષ રાવત ગેરહાજર રહેતા ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો.ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને પોત પોતાના વિસ્તારના કામોને લઈને રજૂઆત કરી હતી.જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.નવ નિયુક્ત ચાર્જ સંભાળતા ગ્રામ પંચાયતના તલાટી કમ-મંત્રી મુકેશભાઈ ચરપોટે ગ્રામજનોના દરેક મુદ્દાઓને ધ્યાનપૂર્વક સાંભળીને આ મુદ્દાઓ તાત્કાલિક ધોરણે અમલમાં મૂકવાની ખાતરી આપી હતી.અને દરેક કામોને સંતોષકારક રીતે કરી આપવાનો વિશ્વાસ આપ્યો હતો.પરંતુ ગ્રામજનોને તલાટી કમ-મંત્રીની વાત સંતોષ કારક ન લાગતાં તેઓએ તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાય તેવી માંગણી કરી હતી.પરંતુ તાલુકા વિકાસ અધિકારીએ તેમને બાહેધરી આપી હતી કે,તમારા મુદ્દાઓ તલાટી કમ- મંત્રીને કહો અને લખાવો અમે તમારા દરેક મુદ્દાઓનું ધ્યાનમાં લઇ કાર્યવાહી કરીશું.જેવી ખાતરી આપી હતી.પરંતુ વહીવટદારની આ ખાતરી પણ સંતોષકારક ન લાગતા ગ્રામજનો ઉશ્કેરાઈ ગયા હતા.અને તાત્કાલિક ગ્રામ પંચાયતને તાળાબંધી કરી દેવામાં આવી હતી.પરંતુ ગામના જાગૃત નાગરિકોએ તલાટી કમ-મંત્રી તેમજ વહીવટદારની વાત સાચી છે,અને તેમને સાંભળો તેવું કહીને ગ્રામ પંચાયતના તાળા ફરી ખોલાવી દીધા હતા.ત્યારે ભારે હોબાળા વચ્ચે આજે ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભા પૂર્ણ થઈ હતી.ગ્રામ સભા ખાતે લોકો પોતાના અનેક મુદ્દાઓ લઈને આવ્યા હતા.ત્યારે આ મુદ્દાઓને ધ્યાનમાં ક્યારે લેવાશે? આ રજૂઆત કોણ સાંભળશે?કામ થશે કે નહીં?તેવા અનેક પ્રશ્નો લોકોને સતાવી રહ્યા છે. તલાટી કમ-મંત્રીએ દરેક કામ કરી આપવાની ખાતરી આપી છે.અને જ્યાં અસંતોષ જોવા મળે છે ત્યાં અમે ઉપલા અધિકારીઓને જાણ કરીને તે ઉપર ધ્યાન દોરી તાત્કાલિક કાર્યવાહી કરીશું તેવી ખાતરી આપી આપી હોવાનું જાણવા મળે છે.પરંતુ ગ્રામજનોની રજૂઆત પ્રત્યે ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપશે કે સબ ચલતા હૈ નીતિ અપનાવશે તે સમય જ બતાવશે.