
*ઝાલોદ તાલુકાના મહુડી ગામે ગ્રામસભામાં લાઇબ્રેરી બાબતે ગ્રામસભા ઉગ્ર બની*
ઝાલોદ તા. ૨
મહુડી ગામે બીજી ઓક્ટોબર ના રોજ ગ્રામસભા નું આયોજન થયેલ હતું જેમાં જિલ્લા કક્ષાએથી નિમણૂક થઈ આવેલ અધિકારીશ્રી હાજર રહ્યા નથી જેથી સરપંચશ્રીએ અધ્યક્ષ સ્થાને ગ્રામસભા ચલાવવામાં આવી હતી જેમાં શિક્ષિત યુવાનોએ લાયબ્રેરી માટે પ્રશ્ન પૂછતા લાયબ્રેરી નું નું મકાન કોઈની માલિકીની જમીનમાં બનાવી દીધેલું હતું જે બાબતે ચર્ચા થતાં યુવાનો તેમજ હોદ્દેદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને સરપંચ શ્રી તે સમયે કઈ બોલતા વગર ગ્રામસભા માંથી ચાલતી પકડી હતી અને સરપંચ શ્રી ના પિતાએ શિક્ષિત યુવાનો સાથે ઉગ્ર બોલાચાલી કરી યુવાનોને દબાવી ધમકાવવાની પ્રયત્ન કર્યો હતો તેમજ ભ્રષ્ટાચારને છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો જેથી શિક્ષિત યુવાનો લાઇબ્રેરી બનાવવા ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે તેવા સુર જોવા મળ્યા તે આ વીડિયોમાં જોવાય છે.