Friday, 04/10/2024
Dark Mode

લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર ગરબાડાના યુવકને દાહોદ કોર્ટ દ્વારા 20 વર્ષની સખત કેદ અને રૂ.5 હજારનો દંડ ફટકારાયો

October 2, 2024
        2816
લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર ગરબાડાના યુવકને દાહોદ કોર્ટ દ્વારા 20 વર્ષની સખત કેદ અને રૂ.5 હજારનો દંડ ફટકારાયો

રાહુલ ગારી :- ગરબાડા 

લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર ગરબાડાના યુવકને દાહોદ કોર્ટ દ્વારા 20 વર્ષની સખત કેદ અને રૂ.5 હજારનો દંડ ફટકારાયો 

ગરબાડા તા. ૨

દાહોદ તા.૩૦

લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર ગરબાડાના યુવકને દાહોદ કોર્ટ દ્વારા 20 વર્ષની સખત કેદ અને રૂ.5 હજારનો દંડ ફટકારાયો

 ગરબાડા તાલુકામાં ત્રણ વર્ષ પહેલા એક ૧૨ વર્ષિય સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ જઈ સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવનાર નરાધમને દાહોદ એડીશ્નલ સ્પેશીયલ જજ (પોક્સો) કોર્ટ દ્વારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા તેમજ પાંચ હજાર રૂપીયાના દંડનો હુકમ કરતાં કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.

વર્ષ ૨૦૨૨ની સાલમાં ગરબાડા તાલુકામાં રહેતી એક ૧૨ વર્ષિય સગીરાને ગરબાડાના ઝરીબુઝર્ગ ગામે રહેતો આરોપી સંજયભાઈ બદીયાભાઈ અજરાવણે ૧૨ વર્ષિય સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ નાસી ગયો હતો. સગીરાનું અપહરણ કરી આરોપી સંજયભાઈએ સગીરાને ગાંધીધામ, શાંતીધામ ખાતે ૨૪.૦૯.૨૦૨૨ સુધી એક રૂમમાં રાખી અવાર નવાર ૧૨ વર્ષિય સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ હતું. અને દુષ્કર્મ આચરતાં સગીરા ગર્ભવતી બની હતી ત્યારે જેતે સમયે આ સંબંધે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ કેસ દાહોદની એડીશ્નલ સ્પેશીયલ જજ (પોક્સો) કોર્ટમાં ચાલી જતાં આ કેસના વકીલ ટીના આર. સોની દ્વારા કોર્ટ સમક્ષ રજુ કરાયેલ ડોક્યુમેન્ટરી પુરાવાઓ, મૌખિક પુરાવાઓ, મેડીકલ પુરાવાઓ તથા વૈજ્ઞાનિક પુરાવાઓ ધ્યાને લઈ તથા દુષ્કર્મનો ભોગ બનનાર સગીરા તથા બાળકનું સેમ્પલો કબજે લઈ સાયન્ટીફીક ઓફિસર એફએસએલ સુરત દ્વારા ડીએનએ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને જે રિપોર્ટ મુજબ બાળકના જૈવિક પિતા સંજય બદીયા અજરાવણ છે. તેવું રિપોર્ટમાં આવ્યું હતું. તે તમામ પુરાવાઓ ધ્યાને લઈ દાહોદની નામદાર પોક્સો કોર્ટના માનનીય સાહેબ શ્રી ડી.જે. મહેતા સાહેબે આરોપી સંજય બદીયા અજરાવણને ૨૦ વર્ષની સખત કેદની સજાની સાથે સાથે પાંચ હજારના દંડની રકમનો હુકમ કરવામાં આવ્યો હતો અને સાથે દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાને વીક્ટીમ કમ્પેનશેશન સ્કીમ હેઠવ ૪ લાખ આર્થિક મદદરૂપ વળતર પેટે ચુકવવા હુકમ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!