રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના નિમચ ગામ ખાતે ગ્રામસભા યોજાયેઈ, ગ્રામ સભામાં વિવિધ પ્રશ્નોની રજૂઆત થઈ..
ગરબાડા તા. ૨
ગરબાડા તાલુકાના નીમચ ગામ ખાતે આજે બે ઓક્ટોબરના રોજ ગાંધી જન્મ જયંતી નિમિત્તે ગ્રામ પંચાયતમાં ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું હતું. જે ગ્રામ સભામાં નિમ્મચ ગામના વિવિધ પ્રશ્નોના મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી અને ગ્રામ પંચાયતો દ્વારા ગત સામાન્ય સભામાં જે કાર્ય એ કરવામાં આવી છે તેની નોંધ લેવા બાબતે અને 15 માં નાણાપંચ અંતર્ગત જીપીડીપી અંતર્ગત વર્ષ 2024 /25 નો આયોજન કરવા બાબતે સરકારશ્રીની વિવિધ યોજનાઓ બાબતે ચોમાસામાં થયેલા પાકના નુકસાન નો સર્વે કરી વળતર આપવા બાબતે તથા નરેગા યોજના વિશે ચર્ચા કરી સાથે આધાર કાર્ડ શિક્ષણ તેમજ આરોગ્ય અને બાકી રહેલા સરકારશ્રીના કામોની પ્રમુખ સામે રજૂઆત અને સરકાર દ્વારા જે પ્રધાનમંત્રી આવાસ યોજના માં મળવા પાત્ર ગામ લોકોના આવાસો રદ કરવામાં આવ્યા છે તેનો પુનઃસર્વ કરી લાભાર્થીઓને આવાસો લાભ મળે એના માટે લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી અને ઠરાવ કરવામાં આવ્યો જે સર્વાનું મતે મંજૂર અને ગ્રામસભામાં સરપંચ સહિત સહલગ્ન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.