રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા નેશનલ હાઇવે પર HP પેટ્રોલ પંપ નજીક મોટરસાયકલ ચાલકને ફોરવીલર ચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો….
અકસ્માતમાં ઇજાગ્રત બાઈક ચાલકને ત્યાંથી પસાર થતા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરે 108 ની મદદથી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો..
ગરબાડા તા. ૨૫
ગરબાડા દાહોદ નેશનલ હાઇવે વાહન ચાલકોની ગફલત તેમજ બેદરકારીના કારણે અવારનવાર અકસ્માતો સર્જવાની ઘટનાઓ બનતી હોય છે જેમાં આજે વધુ એક અકસ્માત સજાવવાની ઘટના HP પેટ્રોલ પંપ નજીક બની હતી જેમાં દાહોદ તરફથી આવતી એક ફોરવીલર ગાડીએ બાઈક ચાલકને ટક્કર મારી અકસ્માત કરે ફરાર થયો હતો. જે અકસ્માતમાં બાઈક ચાલકને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તે સમય દરમિયાન ત્યાંથી પસાર થતાં ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરે પોતાનો કાફલો રોકી અકસ્માતમાં ઇજાગ્રસ્ત પામેલા બાઈક ચાલકન સારવાર માટે 108 ની મદદ સારવાર માટે મોકલવાની હાથ ધરી હતી. અકસ્માત ને જાણ પોલીસને કરાતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માત કરે ફરાર થનાર વાહન ચાલકને શોધવાની કામગીરી હાથ ધરી હતી..