બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના બલૈયામાં મૃત માતાને દીકરીઓએ મુખાગ્ની આપી*
*મૃતક મહિલા ને માત્ર ત્રણ પુત્રીઓ છે જ્યારે પતિનુ છ વર્ષ અગાઉ હાર્ટ એટેક થી મોત થયું હતું*
સુખસર,તા.18
દીકરો હોય કે દીકરી તે માતા પિતા માટે એક સમાન છે.ક્યારેક માતા પિતા માટે દીકરો નથી કરી શકતો તે દીકરીઓ કરી બતાવતી હોવાના અનેક કિસ્સા જોવા અને જાણવા મળે છે. લોકોને અનેક દીકરીઓ હોવા છતાં દીકરાની ઘેલસા રાખતા હોય છે.પરંતુ નસીબ જોગે માત્ર પુત્રીઓ જ હોય તો માતા-પિતા માટે દીકરીઓ દીકરાની ખોટ સાલવા દેતી નથી. તેવી જ રીતે ફતેપુરા તાલુકાના બલૈયામાં કલાલ સમાજના માંદગીમાં સપડાયેલા એક 55 વર્ષીય આઘેડ મહિલાનું મોત નીપજતા દીકરીઓએ મુખાગ્ની આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે રહેતા કલાલ પ્રેમીલાબેન દિલીપભાઈ કલાલ ઉંમર વર્ષ 55 નાઓ થોડા સમયથી માંદગીમાં સપડાયેલા ખાટલા વસ હતા. અને તેઓની સાર સંભાળ તેમની પુત્રીઓ તથા પરિવાર રાખતો હતો.જેઓને સંતાનમાં પુત્રો નથી પરંતુ ત્રણ પુત્રીઓ છે.અને આ ત્રણેય પુત્રીઓના લગ્ન થઈ ગયેલા છે.જ્યારે પતિ ગત છ વર્ષ અગાઉ હાર્ટ એટેક ની બીમારીથી મરણ ગયેલ છે.જ્યારે પ્રેમિલાબેન કલાલનું આજરોજ માંદગીના કારણે મોત નીપજતા દીકરાની ખોટ દીકરીઓએ નિભાવી મૃતક માતાને મુખાગ્ની આપી બલૈયા સુકી નદી ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.