Friday, 29/03/2024
Dark Mode

દાહોદ તાલુકાના મોટીખરજ ગામે ચૂંટણી પ્રચાર દરમિયાન ધીંગાણું:સશસ્ત્ર ટોળાએ બંદૂકના ભડાકે પથ્થરમારો કરી મકાનોમાં કરી તોડફોડ..

December 15, 2021
        2577
દાહોદ તાલુકાના મોટીખરજ ગામે ચૂંટણી પ્રચાર દરમિયાન ધીંગાણું:સશસ્ત્ર ટોળાએ બંદૂકના ભડાકે પથ્થરમારો કરી મકાનોમાં કરી તોડફોડ..

જીગ્નેશ બારીયા :-  દાહોદ 

દાહોદ તાલુકાના મોટીખરજ ગામે ચૂંટણી પ્રચાર દરમિયાન ધીંગાણું:સશસ્ત્ર ટોળાએ બંદૂકના ભડાકે પથ્થરમારો કરી મકાનોમાં કરી તોડફોડ

 સમગ્ર મામલે પોલીસે 77 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો 

દાહોદ તા.૧૫

દાહોદ તાલુકાના મોટીખરજ ગામે ચુંટણી પ્રચાર દરમ્યાન ફાયરીંગની ઘટના સામે આવી છે જેમાં ૭૭ ઈસમોના શસ્ત્ર ટોળાએ ગેરકાયદે મંડળી બનાવી ચુંટણી પ્રચાર કરી રહેલ લોકો પર પથ્થર મારો કરી તેમજ ઘરમાં ઘુસી જઈ ઘરના નળીયાની પણ તોડફોડ કર્યાં બાદ એક પોતાની સાથે લાવેલ બંદુકમાંથી ફાયરીંગ કરતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. સમગ્ર મામલે પોલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કરી આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

ગત તા.૧૩મી ડિસેમ્બરના રોજ મોટીખરજ ગામે ભાભોર ફળિયામાં રહેતાં રાકેશભાઈ રમેશભાઈ ભાભોર તથા તેમની સાથે કેટલાંક માણસો મોટીખરજ ગામે રાત્રીના દશેક વાગ્યાના આસપાસ વડલી ફળિયામાં ગ્રામ પંચાયતની ચુંટણીનો પ્રચાર કરી રહ્યાં હતાં. આ દરમ્યાન મોટી ખરજ ગામે રહેતાં ફતેસીંગભાઈ કટીયાભાઈ ડામોર, અનીલ ઉર્ફે અનાડી અમરસીંગ પલાસ, કિશન મેઘજી પલાસ, ગોવિંદ હીમરાજ પલાસ, વજેસીંગ કટીયા ડામોર, કાન્તીસુરજી મોહનીયા, રમેશ જાેખા મોહનીયા, સુરેશ સવસીંગ ચારેલ, અમરસીંગ કાનજી પલાસ, કડકસીંગ વાલજી પલાસ, અજુલ લખીયા ડામોર, સુનિલ મોતી માવી, પ્રવિણ સોમજી ડામોર, શનિ બાદર પલાસ, વિનોદ પારૂ પરમાર, હસુ સોમજી ડામોર, પ્રવિણ સોમજી ડામોર તથા તેમની સાથે બીજા ૬૦ જેટલા ઈસમોના ટોળાએ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે મારક હથિયારો ધારણ કરી કીકીયારીઓ કરી પ્રચાર કરી રહેર રાકેશભાઈ રમેશભાઈ ભાભોર તથા તેમની સાથેના માણસો પાસે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી, તમે અહીં કેમ પ્રચાર કરવા આવેલ છો, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ અનીલ ઉર્ફે અનાડી અમરસીંગ પલાસને તેના હાથમાની બંદુકમાંથી હવામાં ફાયરીંગ કરતાં વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ટોળાએ રાકેશભાઈ તથા તેમની સાથેના માણસોની મોટરસાઈકલો, ફોર વ્હીલર ગાડીઓની તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ટોળાએ પ્રચાર કરી રહેલ વ્યક્તિઓ ઉપર પથ્થર મારો કરી મારી નાંખવાની ધમકીઓ આપી ઘરના નળીયાઓની પણ તોડફોડ કરી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ભયનું વાતાવરણ પેદા કરતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

આ સંબંધે રાકેશભાઈ રમેશભાઈ ભાભોરે ઉપરોક્ત ૭૭ ઈસમોના ટોળા વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!