બાબુ સોલંકી :- સુખસર
*હિંગલા ગામે વરસાદથી અસરગ્રસ્ત પરિવારને ધારાસભ્યના હસ્તે ચાર લાખનો ચેક અર્પણ કરાયો.*
*ભારે વરસાદથી મકાન ધરાસહી થતા નીંદર માણી રહેલ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું*.
*રાજ્ય સરકાર દ્વારા તાલુકા પંચાયતના સર્વે બાદ ચાર લાખની સહાય મંજૂર કરાઈ હતી*.
સુખસર,તા11
ફતેપુરા તાલુકાના હિંગલા ગામે ભારે વરસાદના કારણે રાત્રિના સમયે એક મકાન ધારાસયી થયું હતું.જેમાં મકાનની અંદર નીંદર માણી રહેલ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.જેમાં ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયતને જાણ કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા ચાર લાખની સહાય મંજૂર કરાઈ હતી.જેનો ચેક ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્તે અસરગ્રસ્ત પરિવારને અર્પણ કરાયો હતો.
ગત અઠવાડિયે ફતેપુરા તાલુકા સહિત દાહોદ જિલ્લામાં ભારે વરસાદ થયો હતો.જેમાં ફતેપુરા તાલુકાના હિંગલા ગામે રાત્રિના સમયે ભારે વરસાદ અને પવનના કારણે એક કાચું મકાન ધારાસયી થયું હતું. જેમાં નીંદર માણી રહેલ એક મહિલાનો આબાદ બચાવ થયો હતો.જ્યારે તેમના પતિ મનસુખભાઈ વાલજીભાઈ ભાભોરનું કાટમાળ નીચે દબાઈ જતા મોત નીપજ્યું હતું.જે બાબતની જાણ ગ્રામ પંચાયત હિંગલાને થતા તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી હતી.અને સર્વે કરીને જિલ્લા કક્ષાએ અને રાજ્યકક્ષાએ સહાય મંજૂર કરવા માટે દરખાસ્ત કરાઈ હતી.જેમાં રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારને ચાર લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી.બુધવારના રોજ ધારાસભ્ય રમેશભાઈ કટાર,તાલુકા વિકાસ અધિકારી યોગેશભાઈ ડામોર,સરપંચ ચેતનભાઇ કટારા દ્વારા અસરગ્રસ્ત પરિવારને ચાર લાખનો ચેક અર્પણ કરાયો હતો.તેમજ આ પરીવારને પ્રધાનમંત્રી આવાસ વહેલી તકે મંજૂર કરવા માટે ધારાસભ્ય રમેશભાઈ કટારાએ વહીવટી તંત્રને સુચના આપી હતી.