રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ જિલ્લા તેમજ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારોએ તારીખ ૧૦-૦૯-૨૦૨૪ સુધી અરજી કરવી*
દાહોદ તા. ૫
પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જેના ભાગરૂપે જિલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરુવારે કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત તથા ચોથા ગુરુવાર પહેલાના બુધવારે મામલતદારશ્રીની કચેરીઓમાં વર્ગ – ૧ કક્ષાના અધિકારીશ્રીઓના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં વ્યક્તિગત પ્રશ્ન જેવા કે, કોર્ટ મેટર, નીતિવિષયક, સેવા વિષયક સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તેવા કામોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
દાહોદ જિલ્લામાં પણ તમામ તાલુકાઓમાં સપ્ટેમ્બર મહિનાના ચોથા બુધવારના રોજ તા. ૨૫-૦૯-૨૦૨૪ ના દિવસે સવારે ૧૧:૦૦ કલાકે તાલુકા સ્વાગત કાર્યક્રમ તથા ચોથા ગુરુવારના રોજ તા. ૨૬-૦૯-૨૦૨૪ ના દિવસે સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે.
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો અથવા રજુઆત અંગેની અરજી ” મારી અરજી તાલુકામાં લેવી ” તેવા માથાળા હેઠળ મામલતદારશ્રીની કચેરીને તારીખ ૧૦-૦૯-૨૦૨૪ સુધીમાં આપવાની રહેશે. જે http://swagat.gujarat.gov.in/citizen_Entry.aspx? frm=ws પર ઓનલાઇન રજુઆત કરી શકાશે.
જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારોએ પોતાના પ્રશ્નો “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” માથાળા હેઠળ અત્રેની કચેરીને તા. ૧૦-૦૯-૨૦૨૪ સુધીમાં મોકલી આપવાની રહેશે. અરજદારો પોતાની અરજી ઓનલાઇન લિંક https://swagat.gujarat. gov.in/Citizen_Entry_Ds.aspx? fem=ws પર કરી શકશે. અરજદારે અરજીમાં પોતાનો મોબાઈલ નંબર તેમજ સરનામું અચૂક લખવાનું રહેશે.