રાહુલ ગારી :- ગરબાડા
જેસાવાડા આઈ.ટી.આઈ ખાતે ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ની અધ્યક્ષતામાં 75 માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી.
ગરબાડા તા. ૪
આજે તારીખ 4 સપ્ટેમ્બર ના રોજ સવારના 11:00 કલાકે ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે 133 ગરબાડા વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરની અધ્યક્ષતામાં 75 માં તાલુકા કક્ષાના વન મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર તાલુકા વિકાસ અધિકારી હસમુખભાઈ રાઠવા તેમજ આ વન મહોત્સવ કાર્યક્રમના અતિથિ ગરબાડા મામલતદાર શીલાબેન બી નાયક ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમના અંતે ગરબાડા ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તેમજ હોદ્દેદારો દ્વારા વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમમાં ગરબાડા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ રવિભાઈ મેડા સહિત ગામના આગેવાનો અને ગરબાડા વન વિભાગના RFO એમએલ બારીયા શહીદ વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.