રાજેશ વસાવે :- દાહોદ
16 નદીઓ તેમજ 83 તળાવો ઓવરફ્લો,14 પશુઓના મોત, છ વ્યક્તિઓના રેસ્ક્યુ કરાયા.
દાહોદ જિલ્લામાં વરસાદી માહોલમા 408 જેટલા કાચા મકાનો ધરાશાયી,બેના મોત સાતને ઇજા.
દાહોદ તા. 27
દાહોદ જિલ્લામાં ત્રણ દિવસ દરમિયાન પડેલા અવિરત વરસાદના પગલે દાહોદ જિલ્લામાં તારાજીના દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે. જિલ્લામાં સતત ત્રણ દિવસ સુધી પડેલા વરસાદના પગલે 16 જેટલી નદીઓ ઓવરફ્લો થવા પામી હતી જ્યારે જિલ્લામાં 83 જેટલા તળાવો પણ ઓવર ફ્લો થતાં વરસાદી પાણીમાં કુલ બે વ્યક્તિઓના મોત નીપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જ્યારે 14 જેટલા મૂંગા પશુઓ પણ વરસાદી માહોલમાં મોતને ભેટ્યા હોવાના અહેવાલ છે. વરસાદી માહોલમાં કાચા મકાનો અને ઝૂંપડા મળી કુલ 408 જેટલા આવાસો ધરાશાયી થતા સાત જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. જ્યારે છ લોકોનો રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. વરસાદી માહોલમાં અતિવૃષ્ટિથી 95 જેટલા લીલાછમ વૃક્ષો પણ ધરાશાય થયા હોવાના સરકારી તંત્ર દ્વારા અહેવાલ મળી રહ્યા છે. એટલું જ નહીં બે પુલ પણ ધોવાઈ ગયા હોવાનું સામે આવ્યું છે.