*ભારે વરસાદને પગલે આવતીકાલે તા.૨૭ ઓગસ્ટના રોજ દાહોદ જિલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ*
દાહોદ તા. ૨૬
જિલ્લામાં ભારે વરસાદને પગલે આવતીકાલે તા.૨૭ ઓગષ્ટ ૨૦૨૪ મંગળવારના રોજ દાહોદ જિલ્લાની તમામ સરકારી,ગ્રાન્ટેડ તથા ખાનગી પ્રાથમિક,માધ્યમીક શાળાઓ તથા કોલેજો,આઈ.ટી.આઈમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ વિભાગ દાહોદ દ્વારા જિલ્લાના તમામ આચાર્યશ્રીઓને રજા બાબતે જાણ કરવામાં આવી છે તેમ દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એસ.એલ.દામા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
૦૦૦