સિંગવડના ભમરેચી માતાના મંદિરે જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરાઈ.
સીંગવડ તા. ૧૯
સિંગવડ તાલુકા જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા ભમરેચી માતાના મંદિરે આવતા સૌ ભક્તોને રક્ષાબંધન બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. સિંગવડ તાલુકા જનજાતિ કલ્યાણ આશ્રમ ના અધ્યક્ષ રમણભાઈ બારીયા મંત્રી રમેશભાઈ સેલોત સહમંત્રી દામાભાઈ ડામોર તથા ધર્મજાગરણ મંચના મહેશભાઈ બારીયા દ્વારા ભમરેચી માતાના મંદિરે રક્ષાબંધનના દિવસે દર્શન કરવા આવતા સૌ ભક્તોને રક્ષાબંધન પર્વની રક્ષાબંધન બાંધવામાં આવી હતી તથા સૌ ભક્તોને સારા આશીર્વાદ મળે તેવા ભમરેચી માતાને યાદ કરવામાં આવ્યા હતા જ્યારે આ મંદિરના પૂજારીઓને પણ આ રક્ષાબંધન બાંધવામાં આવી હતી.