Friday, 11/10/2024
Dark Mode

આરોગ્ય વિભાગે નાની લછેલીનાં 500 ઘરોમાં દવા,સારવાર આપવાની કામગીરી આરંભી.. દાહોદના નાની લછેલી ગામે શંકાસ્પદ કોલેરાના 8 જેટલા બાળકોને સારવાર હેઠળ:એક બાળકીનું મોત નીપજ્યું

August 17, 2024
        242
આરોગ્ય વિભાગે નાની લછેલીનાં 500 ઘરોમાં દવા,સારવાર આપવાની કામગીરી આરંભી..  દાહોદના નાની લછેલી ગામે શંકાસ્પદ કોલેરાના 8 જેટલા બાળકોને સારવાર હેઠળ:એક બાળકીનું મોત નીપજ્યું

રાજેશ વસાવે :- દાહોદ 

આરોગ્ય વિભાગે નાની લછેલીનાં 500 ઘરોમાં દવા,સારવાર આપવાની કામગીરી આરંભી..

દાહોદના નાની લછેલી ગામે શંકાસ્પદ કોલેરાના 8 જેટલા બાળકોને સારવાર હેઠળ:એક બાળકીનું મોત નીપજ્યું

બાળકોને ઝાડા ઉલટી થયા સારવાર અર્થે દવાખાને ખસેડાયા, બે દવાખાનામાં દાખલ પાંચ ઘરે મોકલાયા..

દાહોદ તા.૧૭

આરોગ્ય વિભાગે નાની લછેલીનાં 500 ઘરોમાં દવા,સારવાર આપવાની કામગીરી આરંભી.. દાહોદના નાની લછેલી ગામે શંકાસ્પદ કોલેરાના 8 જેટલા બાળકોને સારવાર હેઠળ:એક બાળકીનું મોત નીપજ્યું

દાહોદ જિલ્લાના નાની લછેલી ગામે શંકાસ્પદ કોલેરાના કેસો સામે આવ્યાં છે જેમાં ૧૦ જેટલા બાળકોને તાવ, ઝાડા, ઉલ્ટી થતાં તમામ બાળકોને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં ત્યારે જાણવા મળ્યાં અનુસાર, એક બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલા બાળકીનું મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

આરોગ્ય વિભાગે નાની લછેલીનાં 500 ઘરોમાં દવા,સારવાર આપવાની કામગીરી આરંભી.. દાહોદના નાની લછેલી ગામે શંકાસ્પદ કોલેરાના 8 જેટલા બાળકોને સારવાર હેઠળ:એક બાળકીનું મોત નીપજ્યું

હાલ ચોમાસાની ઋતુ ચાલુ છે ત્યારે ઝાડા, ઉલ્ટી, તાવ વિગેરે જેવી બિમારીઓ માઝા મુકી છે. દાહોદ જિલ્લાની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો જાેવા મળી રહી છે. ત્યારે બીજી તરફ દાહોદના નાની લછેલી ગામે કોલેરાના શંકાસ્પદ કોલેરાના કેસો સામે આવ્યાં છે જેમાં ગઈ કાલે ૧૦ જેટલા બાળકોને તાવ, ઝાડા, ઉલ્ટી થતાં બાળકોને તાત્કાલિક ધોરણે નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. ત્યારે એક બાળકીની હાલત ગંભીર બનવા પરિવારજનો દ્વારા બાળકીને દવાખાને લઈ જવામાં આવે તે પહેલા બાળકીનું રસ્તામાં મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગને થતાં દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા નાની લછેલીની સાથે સાથે દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં દર્દીઓની હિસ્ટ્રી સહિતનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં જરૂરી દવા, સારવાર આપવાની કામગીરી પણ આરંભી દેવામાં આવી છે. બાળકોમાં શંકાસ્પદ કોલેરાના કેસોને પગલે ગ્રામજનોમાં ફફડાટ પણ જાેવા મળ્યો હતો.

*આરોગ્ય વિભાગની ટીમેં સેમ્પલ કલેક્ટ કર્યા,પરિક્ષણ અર્થે મોકલાયા..*

આરોગ્ય વિભાગે નાની લછેલીનાં 500 ઘરોમાં દવા,સારવાર આપવાની કામગીરી આરંભી.. દાહોદના નાની લછેલી ગામે શંકાસ્પદ કોલેરાના 8 જેટલા બાળકોને સારવાર હેઠળ:એક બાળકીનું મોત નીપજ્યું

 દાહોદ તાલુકાના નાની લછેલી ગુંદી ફળિયામાં એક ઘરના આઠ બાળકોએ બજારના ફાફડા અને કચોરી ખાધા બાદ બોરનું પાણી પીધું હતું. જે બાદ તેમને ઝાડા ઉલટી થતા કોલેરા શંકાસ્પદ લાગતા તમામના સેમ્પલ કલેક્ટ કર્યા છે. અને પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે.જોકે બોરિંગના પાણીનાં લીધે ઝાડા ઉલટી થયા હશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

*આરોગ્ય વિભાગે કોલેરાના શંકાસ્પદ કેસોને ધ્યાને લઇ માસ સ્ક્રિનિંગ ચાલુ કર્યું.*

આરોગ્ય વિભાગે નાની લછેલીનાં 500 ઘરોમાં દવા,સારવાર આપવાની કામગીરી આરંભી.. દાહોદના નાની લછેલી ગામે શંકાસ્પદ કોલેરાના 8 જેટલા બાળકોને સારવાર હેઠળ:એક બાળકીનું મોત નીપજ્યું

 નાની લછેલી ગામમાં બાળકોમાં ઝાડા ઉલટીના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આગાવાડા csc સેન્ટરના કર્મચારીઓ નાની લછેલી ખાતે દોડી આવ્યા હતા. અને ગામના ગુંદી ફળીયા સહિત 500 ઉપરાંત ઘરોમાં 32 આશાવર્કરો,3 આશા ફેસેલેટર,11 FSW,10. MPHW,1 MPHS,2 મેડિકલ ઓફિસર,5 CHO સહિતના કર્મચારીઓએ માસ સ્ક્રિનિંગ ચાલુ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!