
જીગ્નેશ બારીયા રાજેશ વસાવે દાહોદ
દે.બારિયા તાલુકાના દુધિયા ગામે અજાણ્યા ઈસમે મીઠી નીંદર માણી રહેલા વ્યક્તિ પર કુહાડીથી કર્યો જીવલેણ હુમલો
અજાણ્યા ઈસમ ના હુમલાથી ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિનું હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા
દાહોદ તા.૧૦
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના દુધીયા ગામે મધ્યરાત્રીના સમયે પોતાના ઘરમાં મીઠી નિંદર માણી રહેલ એક વ્યક્તિના માથામાં કોઈક અજાણ્યા ઈસમે કુહાડી જેવા હથિયારનો ઘા મારી જીવલેણ ઈજાઓ પહોંચાડતાં ગંભીર ઈજાગ્રસ્ત વ્યક્તિને દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલ દર્દી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હોવાનું પણ જાણવા મળે છે.
ગત તા.૧૦મી ડિસેમ્બરના રોજ મધ્યરાત્રીના સમયે દુધીયા ગામે ધાવડીયા ફળિયામાં રહેતાં શંકરભાઈ નાનાભાઈ બારીયા પોતાના ઘરમાં ઓસરીમાં ખાટલામાં મીઠી નિંદર માણી રહ્યાં હતાં. આ દરમ્યાન રાત્રીના ૨ વાગ્યાના આસપાસ કોઈ અજાણ્યો ઈસમ ત્યા આવ્યો હતો અને શંકરભાઈના માથાની ડાબી બાજુએ કુહાડી જેવા હથિયારનો ઘા મારી અજાણ્યો ઈસમ નાસી ગયો હતો. ગંભીર ઈજાગ્રસ્ત શંકરભાઈએ બુમાબુમ કરી મુકતાં પરિવરજનો દોડી આવ્યાં હતાં અને તાત્કાલિક તેઓને દવાખાને સારવાર અર્થે રવાના કરવામાં આવ્યાં હતાં.
આ સંબંધે ઈજાગ્રસ્ત શંકરભાઈના ભાઈ રમેશભાઈ નાનાભાઈ બારીઆએ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————