રાજેશ વસાવે :- દાહોદ
પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ જોડે રેપ વિથ મર્ડરનાં પડઘા દાહોદમાં.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના બેનર હેઠળ ખાનગી,તેમજ જિલ્લાના તમામ તબીબો હડતાલ પર: કલેકટરને આવેદન.
ખાનગી તબીબોએ એક દિવસ માટે ઇમરજન્સી સેવા સિવાય તમામ સેવાઓ બંધ રાખી,
ખાનગી તબીબોએ મૌન રેલી યોજી, તબીબોના સંરક્ષણ માટે સેન્ટ્રલ લો લાગુ કરવા માંગ..
દાહોદ તા.૧૭
પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ હત્યા પ્રકરણનો ભારે વિરોધ દર્શાવી દાહોદના ખાનગી તબીબો, ઝાયડસ હોસ્પિટલના તબીબો હડતાલ પર ઉતર્યા અને નરાધમોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.જોકે આ પહેલા દાહોદના ખાનગી ડોક્ટરોએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના બેનર હેઠળ મૌન રેલી યોજી કલેકટરને આવેદન આપી દોષિતોને કડક સજા કરવા તેમજ એરહોસ્ટેસ તેમજ હોટલ મેનેજમેન્ટના કર્મચારીઓની જેમ તબીબોને પણ સંરક્ષણ મળે તે માટે સેન્ટ્રલ લો એક્ટ તબીબો માટે પણ લાગુ કરવા માટે માંગ ઉગ્ર બની છે.
પશ્ચિમ બંગાળના કોલકત્તામાં મેડિકલ એન્ડ હોસ્પિટલમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરતી મહિલા તબીબ જાેડે હોસ્પિટલના સેમિનાર હોલમાં કેટલાય નરાધમોં દ્વારા બળાત્કાર ગુજારી મહિલા તબીબની હત્યા કરવામાં આવી છે.બળાત્કાર ગુજારી હત્યા કરનાર નરાધમોં સામે હાલ સુધી કડક પગલા લેવામાં આવ્યા નથી.
જેને લઈ આજરોજ દાહોદના ઝાયડસ મેડિકલ એન્ડ હોસ્પિટલમાં તબીબો દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે હડતાલનું સમર્થન કરી વહેલામાં વહેલી તકે મહિલા ડોક્ટરને ન્યાય મળે અને બળાત્કાર અને હત્યારાંઓ સામે કડક પગલા લેવાની માંગ સાથે કરી છે. દાહોદની ઝાયડસ હોસ્પિટલના તબીબો તેમજ સ્ટાફ મિત્રો દ્વારા આ પ્રકરણને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો. સાથે સાથે દાહોદના ખાનગી તબીબો જુનિયર ડોક્ટર એસોસિએશનમાં જોડાયેલા તબીબો, હોમિયોપેથીક તેમજ આયુર્વેદિક ડોક્ટરોએ પણ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે.
તેમજ દાહોદના ખાનગી તબીબોએ આજે સવારના છ વાગ્યાથી આવતીકાલના સવારના 06:00 વાગ્યા સુધી તમામ ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી બંધ કરી હડતાલ પર ઉતર્યા હતા.જોકે આવશ્યક તેમજ ઈમરજન્સી સેવા ચાલુ રાખી હતી. એટલું જ નહીં ખાનગી ડોક્ટરોએ મૃતક પીડિત ડોક્ટરના સમર્થનમાં તેમજ દોશી તો ને કડક સજા થાય તે માટે રેડક્રોસ ભવનથી મૌન રેલી કાઢી હતી જેમાં દાહોદના તમામ ડોક્ટરો જોડાયા હતા. આ રેલી શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી પરત રેડ ક્રોસ ભવન પર પૂર્ણ કરાવી હતી. ઉપરોક્ત તબીબો તેમજ મેડિકલ ફિલ્ડથી જોડાયેલા તમામ કર્મચારીઓએ આરોપીઓ સામે સખત કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે.
—————————————-