રાહુલ ગારી :- ગરબાડા
રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખી ગરબાડામાં મીઠાઈની દુકાનો પર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાઈ..
ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા માવા તેમજ તેલના સેમ્પલો ચેક કરવામાં આવ્યા.
દાહોદ તા. 17
ગરબાડા નગરમાં તારીખ 17 ઓગસ્ટના રોજ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગામી આવનાર રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને ફરસાણની દુકાનો પર માવાની મીઠાઈ અને તેલની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી.
રક્ષાબંધનના તહેવારમાં મીઠાઈઓનું ધુમ વેચાણ થતું હોય ત્યારે વેપારીઓ વધુ નફો રળી લેવાની લાલચમાં ભેળસેળ યુક્ત ખાદ વસ્તુઓનું વેચાણ કરતા હોય છે તેને ધ્યાનમાં લઇ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગરબાડામાં જુદી જુદી 8 જેટલી ફરસાણની દુકાનો પર તેલ અને માવાની મીઠાઇના સેમ્પલો ચેક કર્યા હતા.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઓચિંતો ગરબાડામાં ચેકિંગ હાથ ધરાતા. ભેળસેળ યુક્ત કરતા દુકાનદારોમાં ભાઈ સાથે ફફડાટ જોવા મળ્યો હતો.