લીમખેડા પોલીસે ઈન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પરથી 15.37 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપ્યો,ચાલક ફરાર.
દાહોદ તા. 11
લીમખેડા પોલીસે વોચ દરમિયાન ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર મધ્યપ્રદેશથી ગોધરા તરફ પીકઅપમાં લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા સાંપડી છે.જયારે પોલીસને જોઈ ચાલક જંગલ વિસ્તારમાં રફુચક્કર થઈ જતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ ટેમ્પો જપ્ત કરી ટેમ્પો ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
દાહોદ જિલ્લાની સરહદી વિસ્તારમાં આવેલા મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી બુટલેગર તત્વો વિદેશી દારૂની હેરફેર માટે સક્રિય બન્યા છે. બુટલેગરો અવારનવાર અવનવા કીમિયાં અજમાવી ગુજરાતના વિવિધ શહેરોમાં વિદેશી દારૂનો જથ્થો ઠાલવી રહ્યા છે.ત્યારે દાહોદ એસ.પી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની વિદેશી દારૂની ઝીરો ટોલરેનસ નીતિ અંતર્ગત લીમખેડા પોલીસને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના પીટોલથી ગોધરા તરફ પીકઅપ જેવી ગાડીમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ આવનાર હોવાની બાતમી મળતા લીમખેડા પીઆઇ સહિતનું સ્ટાફ ઈન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર વોચ ગોઠવાયો હતો. થોડીક જ વારમાં સામેથી બાતમીમાં દર્શાવેલ MH-04-KF-1887 નંબરની tata intra ગાડી આવતા પોલીસ સાબદી બની હતી.જોકે પોલીસને જોઈ ટેમ્પો ચાલક ગાડી નેશનલ હાઇવેની સાઈડ માં ઉભી રાખી જંગલ વિસ્તારમાં રફુચક્કર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે ટેમ્પોની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી વિદેશી દારૂનો જથ્થો તેની કિંમત 15,37,400 તેમજ ત્રણ લાખનું ટેમ્પો મળી 18.37 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર થયેલા ટેમ્પો ચાલકને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના રસ્તે લીમખેડા સુધી આવી ગયેલો વિદેશી ગુજરાત મધ્યપ્રદેશ ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટ પર તેનાત પોલીસ, તેમજ કતવારા,દાહોદ રૂરલ દાહોદ શહેર, સહિતના પોલીસ મથકોની હદમાંથી ચેક લીમખેડા સુધી પહોંચી ગયો ત્યાં સુધી ઉપરોક્ત પોલીસ મથકના અમલદારોને ભનક સુદ્ધા નાં લાગી, એટલું જ નહીં આ ઉપરાંત એલ.સી.બી એસ.ઓ.જી, પેરોલ ફર્લો જેવી શાખાઓને પણ આ વિદેશી દારૂ અંગેની જાણ ન થઇ તે આશ્ચર્ય પામવા જેવી બાબત છે.