રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી એસ.જે.બળેવીયાનો વિદાય સમારંભ અને શ્રી આર.એ.જેઠવાનો સત્કાર સમારંભ યોજાયો*
દાહોદ તા. ૧૧
જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા નાયબ માહિતી નિયામક શ્રી સુરેન્દ્રભાઈ બળેવીયા જુનાગઢ કચેરી ખાતે બદલી થતાં વિદાય સમારોહ અને વડોદરા ખાતે ફરજ બજાવતા શ્રી આર.એ.જેઠવા દાહોદ ખાતે નાયબ માહિતી નિયામકશ્રી નો ચાર્જ સંભાળતા સત્કાર સમારંભ યોજાયો હતો.
આ વિદાય સમારોહમાં નાયબ માહિતી નિયામક શ્રી સુરેન્દ્રભાઈ બળેવીયા દાહોદ ખાતે ૩ વર્ષ થી વધુ દરમિયાન તેમણે કરેલી કામગીરીના સંસ્મરણો વાગોળ્યા હતા. આ વેળાએ અધિક્ષક શ્રી મફતભાઈ ભોઈ,માહિતી મદદનીશ સુશ્રી કાકુલ ઢાકીયા, જુનિયર કલાર્ક સુશ્રી ડીનાબેન પરમાર તેમજ શ્રી જુઝરે સુરેન્દ્રભાઈ બળેવીયા સાથેની યાદગાર પળોને યાદ કરી તેમની કાર્યશૈલીને બિરદાવી હતી. શ્રી સુરેન્દ્રભાઈ બળેવીયાને શુભેચ્છા પાઠવવાની સાથે ભવિષ્યમાં તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
કાર્યક્રમનું સંચાલન જિલ્લા માહિતી કચેરી દાહોદના ફોટોગ્રાફર શ્રી જુઝરએ કર્યું હતું.
આ અવસરે કચેરીના અધિક્ષકશ્રી મફત ભોઈ, માહિતી મદદનીશ સુશ્રી કાકુલ ઢાકિયા , જુનીયર ક્લાર્ક સુશ્રી ડી.એસ.પરમાર ,શ્રી જુઝર,શ્રી રાકેશભાઈ,શ્રી જયદેવભાઈ,સુશ્રી કૈલાશબેન સહિત કચેરીના કર્મચારીઓએ શ્રી સુરેન્દ્રભાઈ બળેવીયાને શાલ ઓઢાડી તથા શ્રી ફળ આપી શુભેચ્છા પાઠવી હતી.
વિદાય સમારોહમાં દાહોદ જિલ્લા માહિતી કચેરીના કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.