Saturday, 27/07/2024
Dark Mode

સ્ત્રી સશક્તિકરણનું ઉદ્દાત ઉદાહરણ…દાહોદ જિલ્લાની સાગડાપાડા પાંચમી વાર સમરસ થઇ ,20 વર્ષથી પંચાયતમાં મહિલાઓનું જ શાસન,પાંચમી વાર પણ મહિલાઓનું જ આધિપત્ય  આવ્યુ

December 8, 2021
        773
સ્ત્રી સશક્તિકરણનું ઉદ્દાત ઉદાહરણ…દાહોદ જિલ્લાની સાગડાપાડા પાંચમી વાર સમરસ થઇ ,20 વર્ષથી પંચાયતમાં મહિલાઓનું જ શાસન,પાંચમી વાર પણ મહિલાઓનું જ આધિપત્ય  આવ્યુ

જીગ્નેશ બારીયા :- દાહોદ 

સ્ત્રી સશક્તિકરણનું ઉદ્દાત ઉદાહરણ

દાહોદ જિલ્લાની સાગડાપાડા પાંચમી વાર સમરસ થઇ ,20 વર્ષથી પંચાયતમાં મહિલાઓનું જ શાસન,પાંચમી વાર પણ મહિલાઓનું જ આધિપત્ય  આવ્યુ

બેઠકની સ્થિતિ ગમે તે આવે પરંતુ વોર્ડ સભ્યથી માંડી સરપંચ પદનુ સુકાન મહિલાઓને જ સોંપવાની પરંપરા ચાલતી આવે છે.

ભાજપાના જિલ્લા પ્રમુખના માદરેવતનની પંચાયત સ્ત્રી સશકિતકરણ અને સત્રી સન્માનનુ અનોખું ઉદાહરમ બની રહી છે.

દાહોદ તા.૦૮

દાહોદ જિલ્લામાં કુલ 24 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે.જેમાં ફતેપુરા તાાલુકાની સાગડાપાડા ગ્રામ પંચાયત મહિલા સશ્કિતકરણનું ઉદ્દાત ઉદાહરણ બની રહી છે.કારણ કે આ ગ્રામ પંચાયત સતત પાંચમી વખત સમરસ થઇ છે પરંતુ તેમાં સરપંચ સહિત તમામ વોર્ડ સભ્યોપદે 20 વર્ષથી મહિલાઓને જ પંસદ કરવામાં આવે છે.ત્યારે તે જ પરંપરા પ્રમાણે આ વખતે પાંચમી વખત પણ મહિલાઓના હાથમાં જ શાસનધૂરા સુપ્રત કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વેળાએ તેઓએ સમરસ ગ્રામ પંચાયત વિકલ્પ આપ્યો હતો.જે પંચાયત સમરસ થાય તેને વિકાસ ગ્રાન્ટ પણ અલગથી આપવાનું પ્રાવધાન પણ કર્યુ હતુ.તે સમયથી સમરસ ગ્રામ પંચાયતોની પરંપરા ચાલતી આવે છે.જો કે પંચાયતી રાજમાં સરપંચને સવિશેષ સત્તાઓ હોવાથી સમરસતા ઘટતી જતી હોવાનુ  લાગી રહ્યુ છે.

દાહોદ જિલ્લામાં હાલમાં 351 પંચાતોની ચુંટણી યોજાાઇ રહી છે તેમાંથી 24 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ ચુકી છે.ત્યારે તેમાં ફતેપુરા તાલુકાની સાગડાપાડા ગ્રામ પંચાયત સમરસ્તા સાથે સ્ત્રી સામર્થ્ય અને નારી શક્તિને સન્મામ માટેનું એક અદ્વિતીય ઉદાહરણ બની ગયુ છે.દાહોદ જિલ્લા ભારતીય જનતા પક્ષના જેઓ 4 વર્ષથી પ્રમુખ છે અને તે પહેલાં પાંચ વર્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચુકેસા શંકરભાઇ આમલીયારની આ ગ્રામ પંચાયત છે.જેમાં છેલ્લા 20 વર્ષથી ચુંટણી યોજાઇ નથી.તેવી જ રીતે હાલમાં પણ પાંચમી વખત પણ આ પંચાયત સમરસ થઇ છે.પંચાયત સમરસ થવી એક સામાન્ય બાબત છે પરંતુ સાગડાપાડા મામલે વિશેષ અને મહત્વની બાબત એ છે કે આ પંચાયતમાં વોર્ડ બેઠકો કે સરપંચની બેઠકની અનામત સ્થિતિ ગમે તે હોવા છતાં સભ્યોથી માંડી સરપંચ સુધી સત્તાનુ સુકાન માત્રને માત્ર મહિલાઓને જ સુપ્રત કરાયુ છે.તે પરંપરા આ વખતે પણ જળવાઇ રહી છે અને તેમાં તમામ 12 વોર્ડમાં મહિલા સભ્યો સાથે સરપંચ પદે મહિલાઓને જ સત્તા સોંપવામાં આવી છે.

10,000ની વસ્તી ધરાવતી આ પંચાયતમાં 9 આંગણવાડીઓ છે,પ્રાથમિક શાળાઓ અને વર્ગ છે.તેવી જ રીતે માધ્યમિક શાળા પણ છે તેમજ સરકારની તમામ યોોજનાઓના અમલીકરણ માટે ગ્રામ પંચાયતમાં જ વ્યવસ્થા હોવાથી તાલુકા મથક સુધી ગ્રામજનોએ લાંબા થવુ પડતું નથી.ગામમાં જ પ્રાથમિક આરોગ્ય કેેન્દ્ર પણ કાર્યરત છે તેમજ પીવાના પાણી અને રસ્તાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!