Friday, 11/10/2024
Dark Mode

મધરાતે નાઈટ પેટ્રોલમેનની સતર્કતાના પગલે ટ્રેન દુર્ઘટના બનતાં અટકી. દાહોદના ઉસરા નજીક ટ્રેક ફેક્ચર:રાજધાનીનો અકસ્માત ટળ્યો:ટ્રેનને જેકોટ નજીક રોકી દેવાઈ 

August 3, 2024
        455
મધરાતે નાઈટ પેટ્રોલમેનની સતર્કતાના પગલે ટ્રેન દુર્ઘટના બનતાં અટકી.  દાહોદના ઉસરા નજીક ટ્રેક ફેક્ચર:રાજધાનીનો અકસ્માત ટળ્યો:ટ્રેનને જેકોટ નજીક રોકી દેવાઈ 

રાજેશ વસાવે :- દાહોદ 

મધરાતે નાઈટ પેટ્રોલમેનની સતર્કતાના પગલે ટ્રેન દુર્ઘટના બનતાં અટકી.

દાહોદના ઉસરા નજીક ટ્રેક ફેક્ચર:રાજધાનીનો અકસ્માત ટળ્યો:ટ્રેનને જેકોટ નજીક રોકી દેવાઈ 

અકસ્માત રોકનાર નાઇટ પેટ્રોલમેનને ડીઆરએમ દ્વારા પુરસ્કૃત કરાયો..

દાહોદ તા.02

 

ચોમાસાના પ્રારંભ સાથે જ દાહોદ જિલ્લામાં રેલવે વિભાગ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. આ માટે ટ્રેક ઉપર નાઇટ પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યુ છે. ત્યારે 2 ઓગસ્ટની રાત્રે નાઇટ પેટ્રોલમેન તરીકે કલસિંગ પુનિયાને ડ્યુટી સોંપવામાં આવી હતી. રાતના અઢી વાગ્યાના અરસામાં ઉસરા યાર્ડમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન કલસિંહભાઇને જોરદાર અવાજ સાંભળવા મળ્યો હતો. ત્યારે નજીક જઇને જોતા રેલવે પાટામાં ભંગાણ જોવા મળ્યુ હતું. રાજધાની ટ્રેન પસાર થવાનો સમય હોવાને કારણે સૌ પ્રથમ કલસિંહભાઇએ પળનો વિલંબ કર્યા વગર પોતાની પાસેના સાધનોથી ટ્રેક સમારકામ કર્યુ હતું. ત્યાર બાદ તાત્કાલિક અસરથી સ્ટેશન માસ્તર સહિતના ઉચ્ચ અધિકારીઓને આ બાબતની જાણ કરવામાં આવી હતી. ટ્રેક ફ્રેક્ચરની ઘટના પગલે રેલવે વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. દાહોદ રેલવે સ્ટેશનેથી નીકળી ગયેલી રાજધાની એક્સપ્રેસને તાત્કાલિક અસરથી નજીકના જેકોટ રેલવે સ્ટેશને રોકી દેવામાં આવી હતી. ત્યાર બાદ ધસી ગયેલી ટીમે સમારકામ કરીને ટ્રેકને દુરસ્ત કર્યુ હતું. કલસિંહભાઇની સતર્કતાને કારણે રાજધાની ટ્રેનને થતો અકસ્માત બચી ગયો હતો. વરિષ્ઠ જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ જણાવ્યુ હતુ કે, સતર્કતાને કારણે અકસ્માત ટળી જતાં આ બાબતની નોંધ લઇને રતલામ રેલવે મંડળના ડીઆરએમ રજનીશકુમારે કલસિંહ પુનિયાને રતલામ તેડાવીને તેમના કામ પ્રત્યેના સમર્પણ અને તકેદારી માટે સમર્પણ પુરસ્કાર આપીને સન્માનિત કર્યો હતો. હાલમાં દેશમા ટ્રેન અકસ્માતોની સંખ્યા વધી છે ત્યારે નાઇટ પેટ્રોલમેનની સતર્કતાથી રાજધાની ટ્રેનને અકસ્માત ટળતાં રેલવે વિભાગે હાશ અનુભવી હતી.

 

*વરસાદને કારણે રેલવે ટ્રેકમાં તીરાડ પડ્યા બાદ તે તૂટી જાય છે.*

 

રેલવે પાટામાં તીરાડ(ટ્રેક ફેક્ચર) થવાના ઘણા કારણો હોય છે. તેમાં ઘણી વખત વધુ વજન આવી જાય તો આવુ થાય છે. ખોટી રીતે મેન્ટેનન્સ કરાય તો પણ આવુ થાય છે.ઋતુની અસર પણ પાટાઓ ઉપર પડતી હોય છે.તેમાં ઘણી વખતે સખત ગરમી કે સખત ઠંડીને કારણે પણ આવુ થાય છે. આ સાથે વિપરીત વાતાવરણ અને વરસાદને કારણે પણ ટ્રેકમાં તીરાડ પડી જાય છે અને તે ત્યાંથી જ તૂટી જાય છે. ફ્કેચર હોય અને ટ્રેન પસાર થવાના કિસ્સામાં ઘણી વખત અકસ્માત સર્જાવાની શક્યતાઓ રહે છે.

 

ચોમાસામાં સેફ્ટી માટે રેલવે તંત્ર દ્વારા કેવા પગલાં લેવાઈ રહ્યા છે.

 

– યાર્ડ અને બ્લોક સેક્શનમાં પાણી ન ભરાયે તે માટે નિકાલની વ્યવસ્થા – 

-વરસાદથી પ્રભાવિત થનારા સેક્શનમાં પેટ્રોલિંગ અને વોચમેનનું પોસ્ટીંગ 

– માટી ધસીને ટ્રેક ઉપર આવે તેવા સ્થળોએ બોલ્ડર નાખીને સુરક્ષા દિવાલો બનાવાઇ

 – પેટ્રોલિંગ કરીને વરસાદથી પ્રભાવિત થનારા નવા પોઇન્ટને ઓળખી કામગીરીનો પ્રયાસ 

– ટ્રેક,એએચઇ અને સિગ્નલ નજીક વૃક્ષોનું ટ્રીમીંગ 

– ખાસ કરીને મેમુ અને ડેમુના એન્જીનમાં સિલિકા જેલ, એયર ફિલ્ટર અને ગેસ કિટ્સનું ચેકિંગ 

– મશળાધાર વરસાદ વાળા સેક્શનમાં રાત્રે ફુટ પ્લેટ નિરીક્ષણ 

 – પોઇન્ટ,ક્રોસિંગ અને ટ્રેક સર્કિટ ઉપર નજર રાખવા સિગ્નલ અને પાથ-વે સ્ટાફ પેટ્રોલિંગ

 – પાણીના કારણે ટ્રેક સર્કિટ ફેઇલ ન થાય તે માટે યોગ્ય પગલાં 

– ફોલ્ટ ના થાય તે માટે ઇલેક્ટ્રીક અને સિગ્નલ ઉપકરણોના અર્થિંગની તપાસણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!