પિપલોદ બજારમાં વાસમો અંતર્ગત ચાલી રહેલા કામમાં કોન્ટ્રાક્ટર અધૂરું કામ મૂકીને ફરાર: સ્થાનિકોને હાલાકી.
પીપલોદ બજારમાં એક પખવાડિયા પહેલા ખોદેલો ખાડો ક્યારે પૂરાશે.?
દાહોદ તા.03
પિપલોદ બજાર વિસ્તારમાંથી પસાર થતો દેવગઢબારિયા જવાના રોડની બાજુમાં વાસમો પાણી વિભાગનું પાઇપલાઇનનું કામ આજથી અંદાજે ૨૦ દિવસ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું.જે પાણી લાઈનનો બારીયા રોડ ની બાજુમાં અધૂરું કામ મૂકી અને જૂની પાણીની ટાંકીની સામે એક મોટો ખાડો કરીને કોન્ટ્રાક્ટર ગાયબ થઈ જતા ત્યાંથી રોજિંદા અવર-જવર કરતા હજારોની સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારના લોકોને આ વિશાળ ખાડાને ઓળંગીને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ બજારમાં લેવા આવતા હોય છે અને અભ્યાસ માટે ખૂબ મોટી સંખ્યામાં નાના બાળકો અને મોટા વિદ્યાર્થીઓ અવરજવર કરતા હોય છે અને રેતી ભરેલા ડમ્પરો સરકારી બસ પ્રાઇવેટ લક્ઝરી પ્રાઇવેટ થ્રી વ્હીલર છકડા જેવા વાહનો હજારોની સંખ્યામાં રોજ પસાર થતા હોય છે આવા દિવસ દરમિયાન આવા ભરચક રોડ પર વાહનો અવર-જવર કરતા હોય અને લોકો વિદ્યાર્થી અવરજવર કરતા હોય જેની ખાસ ચિંતા કર્યા વગર નજર અંદાજ કરી રોડની પાસે મોટો ખાડો કરી દેવામાં આવ્યો છે જે ની સ્થાનિક પંચાયત ના તલાટી તથા કોન્ટ્રાક્ટર જેવા એ કોઈપણ પ્રકારની બેરેટ કે સેફ્ટીની સુવિધા કરી ના હોવાથી આ વિશાળ ખાડો અકસ્માત ઝોન બની જવા પામેલ છે અને અહીંયા થી અવરજવર કરતા વાહનો વિદ્યાર્થીઓ તથા લોકો પોતાના જીવનના જોખમે અવરજવર કરતા હોય છે શું આ બાબતે સ્થાનિક પંચાયત અધિકારી અથવા તો વાસમો ના અધિકારી આ ખાડાનું કોઈ નિરાકરણ લાવશે કે નહીં તે જોવાનું રહ્યું કે કોઈ ભયંકર અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યા છે કે શું હંમેશા સરકારી તંત્ર અનિશ્ચિત ઘટના ઘટે ત્યારે જાગતા હોય છે.જેમ કે ઘોડા તબેલામાંથી છૂટી જાય અને પછી તાળા મારવામાં આવે છે એવા બનાવની તંત્ર રાહ જોઈ રહી છે કે શુ.? તેવા પ્રશ્નો હાલ લોકોમાં ચર્ચાઇ રહ્યા છે.