રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા દાહોદ નેશનલ હાઇવે પર આઝાદ ચોકડી નજીક રખડતા ઢોરોના ત્રાસથી વાહન ચાલકો પરેશાન, અકસ્માત થવાની ભીતી
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા દાહોદ નેશનલ હાઇવે પર આઝાદ ચોકડી નજીક રખડતા ઢોરોના ત્રાસથી વાહન ચાલકો તેમજ પસાર થતા રાહદારીઓને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે માર્ગો પર રખડતા ઢોરો અંડિંગો જમાવતા વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ક્યારેક તો રખડતા ઢોરોના લીધે ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. અધૂરામા પૂરું
આ રાખતા ઢોરોના કારણે વાહનચાલકો માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે. અગાઉ પણ ગ્રામ પંચાયત દ્વારા રખડતા ઢોરો સામે કાર્યવાહી કરી હતી અને ખેડૂતો દ્વારા જે રખડતા ડોરો ગ્રામ પંચાયતમાં પુરવામાં આવ્યા હતા તેને ગોધરા ખાતે પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા હવે જોવાનું રહ્યું તંત્ર આ રખડતા ઢોરો સામે શું કાર્યવાહી કરે…