
રાહુલ ગારી :- ગરબાડા
દાહોદ એલ.સી.બી પોલીસે ખારવા ગામ ખાતેથી ક્રેટાગાડી માંથી ૭૯, ૨૦૦ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.
ગરબાડા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
ગરબાડા તા. ૨૭
.દાહોદ એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ ગામેતી ની માર્ગદર્શન હેઠળ પોલિસ ઇન્સ્પેકટર એલ.એમ ડામોર તેમજ ડી.આર. બારેય તથા એલ.સી.બી ટીમ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવા માટે ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતી.તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે ખારવા ગામ ખાતે એક ફોરવિલ ક્રેટા ગાડી જેનો નબર GJ 01 RL3275 મા વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થનાર છે જે બાતમીના આધારે LCB પોલીસે વોચ ગોઠવી ખારવા ગામ ખાતે પાણીના ટાકા પાસેથી ક્રેટા ગાડી ઝડપી ગાડી માંથી ૭૯, ૨૦૦. નો દારૂનો જથ્થો ક્રેટા ગાડી મળી કુલ 6,79,200 નો મુદ્દાજપ્ત કરી આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.