
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં જમીન દફતર ખાતા વર્ગ-૩ ના કર્મચારીઓ આજથી રાજયવ્યાપી હડતાલમાં જોડાતા સરકારી કચેરીના કામ અટવાયા..
જમીન દફતરના કર્મચારી હડતાલ પર ઉતરતા બોગસ NA પ્રકરણમાં રેકર્ડ ખરાઈ તેમજ તપાસમાં વિલંબ પડે તેવી પરિસ્થિતિ.
દાહોદ તા.24
ગુજરાતભરમાં જમીન દફતર ખાતા વર્ગ ત્રણ સંવર્ગના રાજ્યભરના કર્મચારીઓના બાકી પડતર પ્રશ્નો બાબતે લેખિત અને મૌખિક રજૂઆત કર્યા બાદ પણ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો હકારાત્મક કાર્યવાહી ન થતા આખરે કર્મચારીઓમાં અસંતોષની લાગતા પોતાની વિવિધ માંગણીઓ સંદર્ભે જમીન દફતર ખાતા વર્ગ ત્રણ ના કર્મચારીઓ આજથી રાજ્યપી હડતાલ પર ઉતરી જતા જમીન સંબંધી બાબતોના તમામ કામગીરી કામગીરી ખોરંભે પડી છે. સાથે સાથે હડતાલ પર ઉતરેલા કર્મચારીઓએ ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ્સ વર્ગ ત્રણ કર્મચારી મંડળ ના નેજા હેઠળ મુખ્યમંત્રી અધિક સચિવ મહેસુલ વિભાગ તેમજ સેટલમેન્ટ કમિશનર જમીન દફતર નિયામકને આવેદન પાઠવી તેમની પડતર માંગણીઓનો 21 દિવસમાં કોઈ નિરાકરણ ન આવે તો આવનારા સમયમાં અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાં જમીન દફતર ખાતાના વર્ગ-૩ સંવર્ગના રાજયભરના કર્મચારીઓના બાકી પડતર પ્રશ્નો જેવાં કે સિનીયર સરવેયર સંવર્ગનું પગાર ધોરણ ૯૩૦૦-૪૪૦૦-૩૪૮૦૦ કરવા બાબત,સિનીયર સરવેયર સંવર્ગનું નામાભિધાન બદલી શિરસ્તેદાર કરવા બાબત, રી-સરવે કામગીરી સારૂ જે તે જિલ્લામાં જ કર્મચારીઓને કામગીરી સોંપવા બાબત તથા વર્ગ-૩ સરવેયર સંવર્ગની મંજુર થયેલ ૮૧૬ તમામ બાલી જગ્યાઓની તાત્કાલીક ભરતી કરીને આ કામગીરી પુર્ણ કરાવવા બાબત, સર્વેયરોને અન્ય જિલ્લામાં રી-સરવે કાયગીરી ન સોપવા બાબત તથા અન્ય જિલ્લામાં કામગીરી માટે મૂકવામાં આવેલ સરવેયરોને પરત લાવવા બાબત, સરકારશ્રીના ઉચ્ચતર પગાર ધોરણ યોજનાના પરિપત્ર મુજબ પાંચેય વિભાગમાં 10,20,30 વર્ષનું પ્રથમ બીજું તથા ત્રીજું ઉચ્ચતર પગાર ધોરણ તાત્કાલિક મંજુર કરાવવાની કાર્યવાહી હુકમો કરવા સારુ, મેન્ટેનન્સ સર્વેયરની 6,000 મિલકત કાર્ડ મુજબ કામગીરી ફાળવવાની થાય છે હાલમાં શહેરી વિસ્તારોમાં ટીપી સ્કીમ નું સીટી સર્વેનું રેકોર્ડ પ્રેમોલેકેગન થવાથી તથા ગ્રામ્ય વિસ્તારોમાં બિનખેતી થયેલ સર્વે નંબરોનું પ્રોપર્ટી કાર્ડ બનવાથી તથા સ્વાભિત્વ યોજના મુજબ નામોનું સીટી સર્વે રેકર્ડે પ્રેમોલેગશન થવાથી દરેક મેન્ટેનન્સ સર્વેયર પાસેથી ચાર ગણા મિલકત કાર્ડની કામગીરી કરવાની થાય છે.તેથી ₹6,000 ના મિલકત કાર્ડ મુજબ ગણતરી કરી મેન્ટેનન્સ સર્વેયર સંવર્ગની નવી જગ્યાએ મંજૂર કરી જગ્યા તાત્કાલિક ભરવા તથા બિનખેતી જમીન મહેસુલ જે તે ગામના તલાટીઓ પાસેથી વસુલાત કામગીરી કરવા માટે પરિપત્ર કરવા બાબત, પટાવાળા સંવર્ગની મંજુર થયેલ ખાલી જગ્યા ઉપર આઉટસોર્સિંગથી કર્મચારીઓની ભરતી કરી દરેક મેન્ટેનન્સ સર્વેયર સર્વેયર વર્ગ ચાર કર્મચારીની ફાળવણી કરવા બાબત, તારીખ 26.12.2018 ના રોજ વર્ગ ત્રણ કર્મચારી મંડળ સાથે થયેલ સમાધાન મુજબ રિસર્વેની કામગીરી સ્કેલ મુજબ લેવા બાબત , સિનિયર સર્વેયરના કર્મચારીઓ પાસે ડી.ઇ.લે.રે. કચેરીઓની માપણી કરવાની થાય છે તેથી તેઓની કાયમી મુસાફરી બધું આપવા અંગેનો પરિપત્ર કરવા બાબત તે સિવાયની અન્ય ચાર મળી કુલ 13 જેટલી માંગોને લઈ જમીન દફ્તર ખાતાના વર્ગ ત્રણ ના કર્મચારીઓ આજથી હડતાલ પર ઉતરી જતા જમીન સંબંધી બાબતોમાં સરકારી કામકાજમાં વિક્ષેપ પડવા પામ્યો છે. ખાસ કરીને દાહોદ જિલ્લામાં હાલ બોગસ એને પ્રકરણમાં વિવિધ સર્વે નંબરોની રેકર્ડની ખરાઈ હાલ જમીન દફ્તર વર્ગ ત્રણ ના કર્મચારીઓ કરતા હોવાથી હવે આ કર્મચારીઓ હડતાલ પર ઉતરતા બોગસ એને પ્રકરણમાં ચાલી રહેલી તપાસો માં પણ વિલંબ થાય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે.