મહેન્દ્ર ચારેલ :- સંજેલી
દાહોદ જિલ્લા વિકાસ અધિકારી પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ.
સંજેલી તાલુકાની ૧૩૭ આંગણવાડી કેન્દ્રોમાં વજન ઊંચાઈની ક્રોસ વિઝીટ હાથ ધરાઇ.
સીડીપીયો,મુખ્ય સેવિકા,બ્લોક કોર્ડીનેટર,બ્લોક ન્યુ ટ્રીશન તમામ સ્ટાફ દ્વારા ખરાઈ કરાઈ.
સંજેલી તા.24
દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ બાળકોનું વજન ઊંચાઈ,વજનની એન્ટ્રી,પોષણ ટેકર એપ્લિકેશન,ક્રોસના અહેવાલ જોઈ વજન ઉચાઈની એન્ટ્રી સાચી છે કે ખોટી તેની ક્રોસ વિઝીટ કરી ખરાઈ કરાઈ.
સંજેલી તાલુકાના 137 આંગણવાડી કેન્દ્ર પર સીડીપીયો,મુખ્ય સેવિકા કૉ.ઓડિટર સહિતનો તમામ સ્ટાફ સંજેલી તાલુકામાં વિવિધ આંગણવાડી કેન્દ્રમાં મોકલી દેવામાં આવ્યો હતો જેને લઇ કુપોષણ નિવારણ માટે પગલા જિલ્લા કક્ષાએ અહેવાલ મગાવીયો.દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં કુલ ૧૩૭ આંગણવાડી કેન્દ્ર ઉપર કેન્દ્ર દીઠ એક કર્મચારીઓ મૂકી ક્રોસ વેરીફીકેશન કરવામાં આવ્યું હતું જેમાં સીડીપીયો, મુખ્ય સેવિકા,બ્લોક ન્યુટ્રીશન મેનેજર,એન.એમ બ્લોક કોર્ડીનેટર આમ કુલ મળીને 137 કર્મચારી અને અધિકારીઓ સાથે મળી પોષણ ટ્રેકર, વજન ઊંચાઈ, THR, HCM સહિતની આંગણવાડી કેન્દ્ર ખાતે રૂબરૂ હાજર રહીને કોષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.અને જિલ્લા પ્રોગામ ઓફિસર ઈરાબેન ચૌહાણ દ્વારા સંજેલી ઘટક ની હીરોલા આંગણવાડી કેન્દ્ર નું સંઘન ચેકીંગ કરી આંગણવાડી કેન્દ્રની વિઝીટ કરવામાં આવી જેમાં બાળકોનું સાચુ વજન, ઊંચાઈ સ્થળ ઉપર રહી ને ચકાસણી કરવામાં આવી અને પોષણ ટ્રેકર એપ્લીકેશન માં હાજર રહેલ તમામ બાળકોનું વજન,ઉંચાઈ કરી અપડેટ કરવામાં આવી તેમજ યોજનકીય તમામ બાબતો ની તપાસણી કરવામાં આવી.