Thursday, 21/11/2024
Dark Mode

પાર્લામેન્ટરી બોર્ડે 10 મહિના પહેલા કરેલો નિણર્ય સર્વોપરી છે :- પ્રભારી મંત્રી ગોરધન ઝડફિયા..50 દિવસથી પ્રમુખ બદલવાની ચાલી રહેલી ચળવળ અટકશે કે હવે અવિશ્વાસથી દરખાસ્ત આવશે કે રાજીનામાં પડશે.? સળગતો સવાલ.?

July 22, 2024
        1811
પાર્લામેન્ટરી બોર્ડે 10 મહિના પહેલા કરેલો નિણર્ય સર્વોપરી છે :- પ્રભારી મંત્રી ગોરધન ઝડફિયા..50 દિવસથી પ્રમુખ બદલવાની ચાલી રહેલી ચળવળ અટકશે કે હવે અવિશ્વાસથી દરખાસ્ત આવશે કે રાજીનામાં પડશે.? સળગતો સવાલ.?

પાર્લામેન્ટરી બોર્ડે 10 મહિના પહેલા કરેલો નિણર્ય સર્વોપરી છે :- પ્રભારી મંત્રી ગોરધન ઝડફિયા..

દાહોદ નગરપાલિકામાં ચાલી રહેલા આંતરિક વિખવાદને ઠારવા પ્રભારી મંત્રીના કમલમમાં ધામા,બંને જૂથો દ્વારા પોતપોતાની નીચે રજૂઆત કરાઈ..

50 દિવસથી પ્રમુખ બદલવાની ચાલી રહેલી ચળવળ અટકશે કે હવે અવિશ્વાસથી દરખાસ્ત આવશે કે રાજીનામાં પડશે.? સળગતો સવાલ.?

દાહોદ તા.22

દાહોદ નગરપાલિકામાં છેલ્લા 50 દિવસ કરતાં પણ વધુ દિવસથી જૂથબંધી તેની ચરમસીમા વટાવી ચુકી છે. ઘરની વાત ઘરમાં જ સમાધાન થકી ઉકેલાય તેવા ભાજપના તમામ મોવડી મંડળનો પનો ટૂંકો પડતા આજે દાહોદના પ્રભારી અને મંત્રી શ્રી ગોવર્ધનભાઈ ઝડફિયા દાહોદ ખાતે દોડી આવ્યા હતા.અને બંને જૂથના સુધરાઈ સદસ્યોને રૂબરૂ સાંભળી નગરપાલિકાના ઉભા થયેલા વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો.આંતરિક ગમાં અણગમા ને બાજુએ મૂકી પ્રજા આક્રોશનો ભોગ ન બનાય તેવી રીતે કાર્ય કરી વિકાસને વેગ આપવાની વાત કરી હતી તો બીજી તરફ એક અનૌપચારિક મુલાકાતમાં પ્રભારી શ્રી ઝડફીયાએ પાલિકામાં ઊભી થયેલી અને ચરમસીમા વટાવેલી જૂથબંધની શું નિર્ણય લેવાયો એવું પૂછતા જ પાર્લામેન્ટ્રી બોર્ડે આઠ માસ પૂર્વે લીધેલા નિર્ણય એ એક જ સર્વોપરી છે.ત્યાર પછી બીજો કોઈ નિર્ણય લેવાયો નથી તેવી ગર્ભિત ઈશારો આપી થોડામાં ઘણું બધું કહી દીધું હતું.પ્રમુખ બદલવાની માંગણી કરતા 24 સુધરાઈ સદસ્યોને રાજકીય પાઠની શીખ અપાઇ હોવાનું તથા હાલના પ્રમુખના જૂથને પણ સૌને સાથે લઈ ચાલવાની શીખ અપાઈ હોવાનું જણાવ્યું હોવાનું આધારભૂત સૂત્રમાંથી જાણવા મળેલ છે.તાજેતરમાં બનેલા બનાવો અને વાયરલ થયેલા વિડીયો અંગે પ્રશ્ન કરતા તેઓએ જણાવ્યું હતું કે આક્ષેપ કોઈના ઉપર પણ કરી શકાય પરંતુ આ આખો અલગ વિષય છે અને પાર્ટીમાં શિસ્ત ભંગ માટેના અલગ અલગ ધારાધોરણો છે આ ભારતીય જનતા પાર્ટીના ઘરનો મામલો છે અને ઘરમાં જ તેનો સમાધાન કરાશે તેઓ પુનરોચાર પણ કર્યો હતો ઘરની બાબત જાહેર થઈ હોવાનું પૂછતા જ જો ઘરમાં વાસણ ખખડે તો પડોશીને ત્યાં આવા જ પહોંચે એ સામાન્ય બાબત છે તેવું કહી સૌ સારા વાના થશેના સંકેતો આપ્યા હતા. જોકે આજરોજ હાથ ધરાયેલી સુનવણી દરમિયાન વર્તમાન પ્રમુખ સહિતના જૂથને એક પછી એક સાંભળ્યા ત્યારબાદ વિરોધમાં ઉતરેલા 32 પૈકી 24 કાઉન્સિલરોએ પણ વ્યક્તિગત સાંભળવાની જગ્યાએ સામૂહિક રીતે સાંભળવા માંગણી કરતા ઉપરોક્ત તમામ કાઉન્સિલરોને એક સાથે સાંભળ્યા હતા. આ દરમિયાન એક ક્ષણે ચર્ચા ઉગ્ર થશે. તેવું લાગતું હતું.પરંતુ પોતાની રજૂઆત કરી બહાર નીકળેલા સુધરાઈ સદસ્યો પૈકી કેટલાકની બોડી લેંગ્વેજે વાતાવરણને નીરસ બનાવી દીધો હતો.

*પ્રભારી મંત્રી સામે વર્તમાન પ્રમુખના જૂથની ધારધાર રજુઆતો,વિરોધી જુથે એક પછી એક સાંભળવાની જગ્યાએ સામૂહિક રજૂઆત કરી.!!*

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 50 દિવસથી વર્તમાન પ્રમુખ ગોપી દેસાઈને બદલવાની માંગ સાથે અડગ રહેલા 32 પૈકી 24 સુધરાઈ સભ્યો તબક્કાવાર વિવિધ જગ્યાએ પોતાની માંગણી સાથે રજૂઆતો કર્યા બાદ વર્તમાન પ્રમુખ બદલવાની માંગ સાથે આજરોજ પ્રભારી મંત્રી ગોરધન ઝડફિયા સામે સામૂહિક રજૂઆત દરમિયાન પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. બીજા છેડે નીરજ ગોપી દેસાઈ જૂથે પણ ધારદાર રજૂઆતો કરી હતી. 

*10 મહીના પહેલાં લેવાયેલો પાર્લામેન્ટરી બોર્ડનો નિર્ણય સર્વોપરી છે :- રબારી મંત્રી ગોરધન ઝડફિયા.*

સુનવણી પૂર્ણ થયા બાદ નગરપાલિકાના સુધરાઈ સભ્યોની રજૂઆતો અંગે શું નિર્ણય લીધો તે અંગે પત્રકારોએ સવાલ પૂછતા મંત્રી શ્રી ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે પાર્લામેન્ટ્રી બોર્ડે 10 મહિના પહેલા જે નિર્ણય કર્યો છે.તે જ સર્વોપરી છે તેમ જણાવતા એક બાબત તો ચોક્કસપણે સ્પષ્ટ થઈ ગઈ કે વર્તમાન પ્રમુખ ગોપી દેસાઈ પ્રમુખ તરીકે જારી રહેશે. પાર્ટીનો નિર્ણય સર્વોપરી છે. તે કોઈપણ પરિસ્થિતિમાં બદલી ન શકાય તે સ્પષ્ટ થઈ પરિસ્થિતિમાં બદલી ન શકાય તે સ્પષ્ટ થઈ જવા પામ્યો પરિસ્થિતિમાં બદલી ન શકાય તે હાલના તબક્કે લાગી રહ્યો છે.

*વર્તમાન પ્રમુખ સામે બાંયો ચઢાવનાર જૂથ શું અવિશ્વાસની દરખાસ્ત લાવશે.?*

 છેલ્લા 50 દિવસથી પ્રમુખ બદલવાની માંગ સાથે અડગ રહેલા 32 પૈકી 24 કાઉન્સિલરો હવે આગળના સમયમાં શું રણનીતિ હવે આગળના સમયમાં શું રણનીતિ અખત્યાર કરશે.? તે હવે જોવું રહ્યું પરંતુ આ 50 દિવસના પ્રમુખ સામેના વિરોધ પ્રકરણમાં 32 પૈકી 24 કાઉન્સિલરોએ અવિશ્વાસ સહિતની કોઈપણ વહીવટી પ્રક્રિયા ન કરતા એક પ્રકારનું આશ્ચર્ય પણ ફેલાવવા પામ્યું છે. તો આવા સંજોગોમાં વિરોધમાં બેસેલા કાઉન્સિલરો પાર્લામેન્ટ્રી બોર્ડના નિર્ણયને શિરોમાન્ય ગણી શું વર્તમાન પ્રમુખ સામે બાયો ચઢાવનાર સુધાઈ સભ્યો હથિયારો હેઠા મૂકી દેશે.? તે બધું હવે આવનારો સમય જ બતાવશે.?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!