રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાની સરકારી વિનયન કૉલેજમાં વિદ્યાર્થીઓને મેરિટમાં નામ આવ્યા છતાં પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓમાં રોષ.
સરકારી વિનયન કોલેજમાં વધુ સીટોની માંગણી કરી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તેવી માંગ.
ગરબાડા તા. ૧૩
ગરબાડા તાલુકાના નવા ફળિયા ખાતે આવેલ સરકારી વિનયન આર્ટસ કોલેજમાં વિદ્યાર્થીઓના મેરીટ માં નામ આવ્યા છતાં એડમિશન ના મળતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહી છે ત્યારે આ બાબતે રજૂઆત કરાતા કોલેજના પ્રિન્સિપાલ દ્વારા તેમને જણાવવામાં આવી રહ્યું છે કે સીટો ફુલ થઈ ગઈ છે તેના કારણે તમને એડમીશન નહીં મળે તેમજ એડમિશન માટે ગરબાડા ના ધારાસભ્યનો ભલામણ પત્ર લઈને ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ખાતે જઈ તમે 50 જેટલા વિદ્યાર્થીઓ બાકી રહી ગયા છો તેની મંજૂરી લઈ આવો ત્યારે તમને એડમિશન આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગરબાડા તાલુકો આદિવાસી બાહુલ્યતા ધરાવતો જિલ્લો છે જ્યાં મોટાભાગે આદિવાસી સમાજના લોકો વસવાટ કરતા હોય છે ગરબાડા તાલુકામાં એકમાત્ર સરકારી કોલેજ હોવાના કારણે આજુબાજુ વિસ્તારના બાળકો અભ્યાસ માટે નવા ફળિયા આર્ટસ કોલેજ ખાતે એડમિશન લેતા હોય છે. પરંતુ કોલેજમાં સીટો પૂરી થઈ જતા મેરીટમાં આવેલા વિદ્યાર્થીઓને પણ અભ્યાસ માટે ધરમ ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે વિદ્યાર્થીઓ દ્વારા તેઓને એડમિશન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અને એડમિશન ન મળે તો ટૂંક સમયમાં હડતાલ પર ઉતરવાની ચીમકી આપી હતી. આ બાબતે શાળાના પ્રિન્સીપાલ જોડે વાત કરતા તેમને જણાવ્યું હતું કે કોલેજમાં 400 વિદ્યાર્થીઓ માટે બેસવાની વ્યવસ્થા છે અને જે કોલેજ ચાલે છે તે મોડેલ સ્કૂલના બિલ્ડિંગમાં ચકે છે જેને ખાલી કરવા માટે મોડેલ સ્કૂલ દ્વારા નોટિસો પણ આપવામાં આવી છે અને અમારા પાસે કોલેજની બિલ્ડીંગ ન હોવાના કારણે 400 જેટલા વિદ્યાર્થીઓને અમે ભણાવી રહ્યા છીએ અને અમારે વધુ વિદ્યાર્થીઓને બેસાડવા માટે યુનિવર્સિટી માંથી મંજૂરી લઈએ તો અમારે વિદ્યાર્થીઓને બેસાડવા ક્યાં? તેમ જણાવ્યું હતું આ બાબતે પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના પ્રશાસન સામે અનેક સવાલો ઉઠાવી રહ્યા છે જ્યારે મેરીટ પડે છે ત્યારે બોલાવે છે અને અમે જઈએ છીએ ત્યારે કહે છે કે આજે આવજો કાલે આવજો અને મેરીટમાં અમારું નામ આવે તો મેરીટ પણ કોલેજની બહાર લગાડતા નથી. આ બાબતે ગરબાડા ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ને પણ રજૂઆત કરવામાં આવી છે મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા બાકી રહેલા વિદ્યાર્થીઓને એડમીશન મળે તે માટે માટે ગુરુ ગોવિંદ યુનિવર્સિટીને ભલામણ પત્ર લખવાની તજવીજ હાથ ધરી છે.