
રાજેશ વસાવે :- દાહોદ
RFO તરીકે વન વિભાગમાં જોડાયેલા 2022 માં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસથી સન્માનિત…
દાહોદમાં સામાજિક વનીકરણ વિભાગના DCF એ અગમ્ય કારણોસર ઘરના બેડરૂમમાં બંદૂકના ભડાકે આત્મહત્યા કરતા ખળભળાટ…
દાહોદ એ ડિવિઝન પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરાઈ..
દાહોદ તા.11
દાહોદ જિલ્લામાં 2017 માં IFS (ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ) તેમજ સામાજિક વનીકરણ વિભાગના નાયબ સંરક્ષક (DCF ) તરીકે ફરજ બજાવતા રમેશ પરમારે અગમ્ય કારણોસર આજરોજ વહેલી સવારે ઘરના બેડરૂમમાં તેમના પાસેની બંદૂક વડે માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લેતા વન વિભાગ સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં ખળભળાટ પછી જવા પામ્યો છે. સ્વભાવે શાંત અને ભક્તિભાવમાં રહેનારા રમેશ પરમાર ગઈકાલે ખજુરીયા ખાતે ગયા હતા.જ્યાંથી મોડી રાતે જેવી પરવારીને ઘરે આવ્યા હતા.ત્યારબાદ વહેલી સવારે અચાનક બંદૂકનો અવાજ સંભળાતા પરિવારજનો દોડી આવ્યા હતા.અને તેઓ મૃત હાલતમાં જોવા મળતા સૌ કોઈ ડઘાઈ ગયા હતા. પરિવારજનોએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ઘટનાની જાણ દાહોદ એ ડિવિઝન પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે મૂળ દાહોદના બાવકા ગામના આર.એમ. પરમાર દાહોદની આર.એન્ડ એલ. પંડ્યા હાઈસ્કૂલમાં અને કોલેજમાં અભ્યાસ કર્યા બાદ ગુજરાત વન વિભાગ સાથે જોડાયા હતા.અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) બન્યા,બાદમાં ક્રમશઃબઢતી પામતાં 2011 માં સબ DFO બન્યા અને 2017 થી DFO (ડિસ્ટ્રીક ફોરેસ્ટ ઓફિસર) તરીકે સેવા નિયુક્ત થયા. અને સંનિષ્ઠ સેવાના ભાગરૂપે 2022 ના નોટિફિકેશન મુજબ તેમને IFS (ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ) તરીકે પ્રમાણિત કરવામાં આવ્યા અને હાલમાં તેઓ સામાજિક વનીકરણ વિભાગના DCF (નાયબ વન સંરક્ષક) ઉચ્ચ હોદ્દે આરૂઢ થયા છે. આર.એમ.પરમાર ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ઉચ્ચ હોદ્દેથી નિવૃત્ત થયેલ ગોપાલભાઈ પરમારના સગા ભાણેજ થાય છે.