લીમડી ની જીવન જ્યોત વિદ્યાલય માં EVM અને VVPET થી બાળસાંસદ ની ચૂંટણી યોજાઈ
લીમડી તા. ૮
દાહોદ જીલ્લા નાં લીમડી માં કારઠરોડ ઉપર આવેલ જીવન જ્યોત વિધ્યાલય તેમજ આર.એમ.દેવડા સ્કૂલ માં વિદ્યાર્થીઓ માં લોકશાહી નાં પર્વ ની ઉજવણી માં કેવીરીતે લઈ શકાય તેમજ તેમાં કેવી રીતે વોટ નાખી શકાય તેના ભાગરૂપે વિદ્યાર્થીઓ માં જાગૃતિ આવે તેમજ અત્યારથી સ્કૂલ નાં વિદ્યાર્થીઓ માં મતદાન કરવાની જાગૃતિ ફેલાય તે હેતુ થી સ્કૂલ માં વર્ગ મોનીટર ની ચૂંટણી માં સ્કૂલ દ્વારા બનાવવા માં આવેલ નવીન EVM એપ્લીકેશન થી વોટીંગ કરવામાં આવ્યું હતું .
ભારત એ વિશ્વ નો સૌથી મોટો લોકશાહી દેશ છે. જેમાં લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ લ ઓકો વતી શાસન કરે છે.ચુંટણી એ લોકશાહી નું પર્વ છે.જેમાં મતદાતાઓ પોતાના કીમતી મતાધિકાર નો ઉપયોગ કરે છે. જ્યારે આજનો બાળક આવતી કાલ નું ભવિષ્ય છે બાળકમાં શાળા કક્ષાએથીજ ઉત્તમ અને જવાબદાર નાગરિક તરીકેના ગુણો વિક્ષે તેની કાળજી લેવામાં આવે છે.આથી જીવન જ્યોત વિદ્યાલય લીમડી તેમજ શ્રીમતી આરએમ દેવડા માધ્યમિક સ્કૂલ લીમડીમાં બાળકોને લોકશાહી પદ્ધતિ અને ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર કરવા માટે શાળામાં બાળ સંસદની રચના કરવામાં આવી અને શાળાના આચાર્ય કુલદીપ મોરી તથા શૈલેષ ભાભોર દ્વારા તેમજ શાળાના સમગ્ર શિક્ષકોએ ભાગ લીધો હતો. જેમાં ધોરણ 1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓએ બાળ સંસદની ચૂંટણીમાં મતદાન માં ભાગ લીધો હતો. તેમજ આ અંગે વિદ્યાર્થીઓને તાલીમ પણ આપવામાં આવી હતી.શાળામાં બાળ સંસદની રચના કરી શાળાની વિવિધ કામગીરીઓ બાળકોને સોંપવામાં આવી હતી અને બાળ સંસદની મુખ્ય વિશેષતા એ છે જેમાં બાળકોને મતાધિકારની સાથે સાથે નોટા અને રાઈટ ટુ રિકોલ જેવા અધિકારી પણ આપવામાં આવ્યા હતા જેમાં સમગ્ર શાળાને શિક્ષકોનો મહત્વનો ભાગ ભજવ્યો હતો.બાળ સંસદ ની ચુંટણીમાં EVM તેમજ બેલેટ પેપર સીલ ની પ્રક્રિયા પણ કરવામાં આવી હતી