ઈલિયાશ શેખ :- સંતરામપુર
દીવા તળે અંધારૂ: કેબિનેટ શિક્ષણ મંત્રીના મત વિસ્તારમાં જર્જરિત શાળામાં જીવના જોખમે ભણતર મેળવતા નાના ભુલકાઓ.!!
જીવના જોખમે શિક્ષણ મેળવતા બાળકો માટે ક્યારે શાળા બનશે..??
સંતરામપુર તા. ૩
સંતરામપુર તાલુકાના નાનીકયાર ઘટ લાઈન વર્ગ પ્રાથમિક શાળામાં 135 બાળકો ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરે છે જેમાં પ્રાથમિક શાળાના છતના પોપડાઓ અને સળિયાઓ જોવા મળી આવેલા છે બીમ અને ધાબુ પડે તેવી પરિસ્થિતિ છે તેમ છતાં બાળકો ઓરડા ન હોવાના કારણે આવા જોખમી ઓરડામાં પણ અભ્યાસ અને શિક્ષણ મેળવવા મજબૂર બન્યા હતા. ગમે ત્યારે પણ ઓરડાનો ધાબુ પડી જાય તેવી પરિસ્થિતિ જોવા મળી આવેલી છે અગાઉના પાંચ વર્ષ પહેલા આચાર્યએ નવા ઓરડાની માંગણી કરેલી હતી અને ડીમોનેશન માટેની પણ વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાંય પરંતુ આજની સુધી મંજૂર કરવામાં આવેલા ન હતા જ્યારે 2023 માં ત્રણ ઓરડાની શિક્ષણ અધિકારીને અગાઉ પણ ડીમોનેશનની મંજૂરી માંગેલી હતી પરંતુ આજે સુધી આપવામાં આવેલી ન હતી. નવા ઓરડા બનાવવા માટે વારંવાર રજૂઆત પણ કરવામાં આવે છે તેમ છતાં જિલ્લા શિક્ષણ અધિકારી અને સરકારી તંત્ર દ્વારા સંતરામપુર તાલુકાના અંતરિય વિસ્તારમાં ગામડાના ગરીબ બાળકોને સારી પ્રાથમિક શાળાની સુવિધા મળતી જ નથી ગામડાની પ્રાથમિક શાળામાં મોટાભાગના વિદ્યાર્થીઓ અને બાળકો મજૂરી વર્ગના ગુજરાન ચલાવીને બાળકોને શિક્ષણ મેળવવા માટે શાળામાં મોકલતા હોય છે પરંતુ આવી પ્રાથમિક શાળામાં ધ્યે શાળાની અંદર ગમે ત્યારે પણ જર્જરી હાલતમાંથી અને પડે તેવી શક્યતા જોવા મળી આવેલી છે ચોમાસા દરમિયાનમાં આ પ્રાથમિક શાળામાં બાળકોને બેસવા દેવાથી અને રજા આપી દેવામાં આવે છે કારણ કે બેસવા માટે આ પ્રાથમિક શાળામાં એક જ રૂમ છે જેમાં એક સાથે બધા બાળકોને બેસાડી શકતા પણ નથી તેવી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે કેટલીક વાર તો ગામના એક મકાનમાં ઓરડો પણ આપવો પડતો હોય છે આવી ગંભીર બાબત તેમ છતાંય સરકારી તંત્રનું જરાય પેટનું પાણી હાલતું નથી તેવી પરિસ્થિતિ સર્જાયેલી છે સ્થાનિક ગામના વાલીઓએ જણાવેલું કે ટૂંક સમયમાં અમારા ગામની અંદર નવી શાળા બનાવવામાં નહીં આવે તો અમે બાળકોને શાળામાં મોકલીશું પણ નહીં તેવું પણ ચર્ચા રહેલું હતું.