Sunday, 08/09/2024
Dark Mode

દાહોદ,પંચમહાલ તથા મહીસાગર જિલ્લાના દલિત તથા આદિવાસી વિદ્યાર્થીઓને ઓ.એન.જી.સી અમદાવાદ દ્વારા પુસ્તકો તથા નોટ બુકોનું વિતરણ કરાયું

June 22, 2024
        1736
દાહોદ,પંચમહાલ તથા મહીસાગર જિલ્લાના દલિત તથા આદિવાસી વિદ્યાર્થીઓને ઓ.એન.જી.સી અમદાવાદ દ્વારા પુસ્તકો તથા નોટ બુકોનું વિતરણ કરાયું

બાબુ સોલંકી :- સુખસર 

દાહોદ,પંચમહાલ તથા મહીસાગર જિલ્લાના દલિત તથા આદિવાસી વિદ્યાર્થીઓને ઓ.એન.જી.સી અમદાવાદ દ્વારા પુસ્તકો તથા નોટ બુકોનું વિતરણ કરાયું

ઓ.એન.જી.સી અમદાવાદ દ્વારા એસ.સી,એસ.ટી કમ્પોનન્ટ પ્લાન અંતર્ગત 5700 વિદ્યાર્થીઓને 28,500 નોટબુક અને ચોપડાનું વિતરણ કરાયું

સુખસર,તા.22

દાહોદ,પંચમહાલ તથા મહીસાગર જિલ્લાના દલિત તથા આદિવાસી વિદ્યાર્થીઓને ઓ.એન.જી.સી અમદાવાદ દ્વારા પુસ્તકો તથા નોટ બુકોનું વિતરણ કરાયું

  ઓ.એન.જી.સી અમદાવાદ દ્વારા દાહોદ,પંચમહાલ તથા મહીસાગર જિલ્લામાં વસવાટ કરતા એસ.સી, એસ.ટી વર્ગના ગરીબ અને જરૂરિયાતમંદ શાળામાં અભ્યાસ કરતાં બાળકોને ઓ.એન.જી.સી કમ્પોનન્ટ પ્લાન અંતર્ગત દર વર્ષે નોટબુક તથા ચોપડાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.જેના લીધે ગરીબ જરૂરિયાતમંદ બાળકોના વાલીઓને રાહત રહે છે. જેમાંયે ખાસ કરીને જે વાલીના બાળકો નોટબુક તથા ચોપડાઓ લાવી શકવાની સ્થિતિમાં ન હોય અને ભણતર માટે એડમિશન લેવા મજબૂર હોય તેવા પરિવારોને ઓ.એન.જી.સી દ્વારા અપાતા ચોપડા તથા નોટબુકના વિતરણથી આનંદની સાથે ભણતરથી વંચિત રહેતા મજબૂર બાળકોને ભણતર માટે પ્રોત્સાહન મળી રહ્યું છે.

         તેવી જ રીતે ગત વર્ષોની જેમ ચાલુ વર્ષે પણ ઓ.એન.જી.સી અમદાવાદ એસ.સી, એસ.ટી કમ્પોનન્ટ પ્લાન અંતર્ગત 19 જૂન-2024 થી 21 જુન-2024 દરમિયાન ઓ.એન.જી.સી અમદાવાદના ઇ.ડી એસેટ મેનેજર, ઓ.એન.જી.સી મેનેજર કમ્પોનન્ટ પ્લાનની ટીમ તેમજ એસોસિએશનના ચેરમેન,સેક્રેટરીના માર્ગદર્શન પ્રમાણે દાહોદ,પંચમહાલ તેમજ મહીસાગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ગરીબ અને જરૂરિયાતમંદ દલિત અને આદિવાસી વિદ્યાર્થીઓને આ વિસ્તારની 23 શાળાઓમાં 5700 વિદ્યાર્થીઓને 28,500 નોટબુકો અને ચોપડાઓનુ વિતરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

            અમદાવાદ ઓ.એન.જી.સી ઓલ ઇન્ડિયા એસ.સી,એસ.ટી એમ્પ્લોઇન્ડ વેલ્ફેર એસોસિયેશનના સી.ઈ.સી મેમ્બર કે. એમ.સેંગલ,આ વિસ્તારના રહેવાસી અને હાલ ઓ.એન.જી.સી.માં ડી.જી.એમ તરીકે ફરજ બજાવતા વી. વી.મછાર તેમજ એસોસિએશનના કારોબારી સભ્યો કે.કે.ડામોર,ડી.જે. બારીયા તેમજ દિલીપસિંહ ગણાસવા ના હસ્તે કરવામાં આવ્યું હતું. ઓ.એન.જી.સી અમદાવાદ દ્વારા આ વિસ્તારના જરૂરીયાત મંદ આદિવાસી બાળકોના ઉત્થાન માટે લગભગ 20 વર્ષથી કાર્યરત છે.અને ડૉ.ભીમરાવ આંબેડકરના સપનાને સાકાર કરવા પ્રયત્નશીલ છે.અને તેનું આ એક ઉમદા ઉદાહરણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!