કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડમાં મહિલા સશક્તિકરણની થીમ આધારિત 10 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ..
સીંગવડ તા. ૨૧
સિંગવડ તાલુકા કક્ષાનો 10 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મહિલા સશક્તિકરણ યોગના થીમ આધારિત જી એલ શેઠ હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યો જેમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી ત્યાર પછી સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા મહિલા સશક્તિકરણના ભાગરૂપે મહિલાઓનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું ત્યાર પછી યોગ ટ્રેનર દ્વારા બધાને યોગ કરાવવામાં આવ્યા જ્યારે આ કાર્યક્રમમાં જી.એલ શેઠ હાઈસ્કૂલ નો સ્ટાફ સિંગવડ મામલતદાર સ્ટાફ તાલુકા પંચાયત સ્ટાફ આરોગ્ય વિભાગ સ્ટાફ સરકારી હોમિયોપેથિક દવાખાના રંધીપુર સ્ટાફ પોલીસ સ્ટાફ તથા ગ્રામજનો ઉપસ્થિત રહી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.