ગલાલીયાવાડમાં નલ સે જલ યોજના ફારસરૂપ સાબિત થઈ, સ્થાનિકોએ પાણીની મેઈન લાઈનમાં ગેરકાયદેસર જોડાણ કર્યું.
દાહોદ તાલુકાનાં ગલાલિયાવાડ ગ્રામ પંચાયતમાં પાણીની લાઈનમાં ભંગાણ કરી પાણી ચોરીનું કૌભાંડ બહાર આવતા પાલિકાએ કનેક્શન કાપ્યા.
ગલાલીયાવાડ વિસ્તારના લક્ષ્મીપાર્ક,જીવનદીપ,આકાશગંગા, સાઈ ખુશી જેવાં 50 થી વધુ સોસાયટીઓમાં પાણી માટે ગેરકાયદેસર જોડાણ અંગેનો ખુલાસો.
5000થી વધૂ લોકો પાણીની સમસ્યાથી પીડિત.
દાહોદ તા.11
સ્માર્ટ સિટી દાહોદથી તદ્દન નજીક આવેલા ગલાલિયાવાડ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ જીવનદીપ સોસાયટી વિસ્તારમાંથી પસાર થતી કડાણા મેન પાઇપ લાઇનમાં સ્થાનિકોએ બારોબાર ભંગાણ કરી ગેરકાયદેસર રીતે કનેક્શન જોડી દેતા કડાણા જળાશય આધારિત પીવાની પાઇપલાઇન પર નભતા જે તે વિસ્તારોમાં પાણીની સમસ્યા ઊભી થતા પાલિકા તંત્ર દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવતા પાણી ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. ઉપરોક્ત વિસ્તારમાંથી પસાર થતી કડાણાની મેન પાઇપલાઇનમાં આશરે 50 થી વધુ સોસાયટીના રહીશો દ્વારા બારોબાર ગેરકાયદેસર રીતે કનેક્શન જોડી દીધાંનું સામે આવતા આજરોજ પાલિકાની ટીમે જીવનદીપ વિસ્તારમાં પોલીસ તંત્ર સાથે રાખી ગેરકાયદેસર રીતે કરેલા કનેક્શનઓને કાપી કાપી દીધા છે
જેના પગલે ઉપરોક્ત વિસ્તારમાં આવેલી સોસાયટીના 50 થી વધુ કુટુંબો સામે કેવા પ્રકારના પગલા લેવાય છે. તે હવે જોવું રહ્યું પરંતુ સ્થાનિકોના આક્ષેપો અનુસાર ઉપરોક્ત વિસ્તારોમાં તમામ સોસાયટીઓ દ્વારા એકબીજાની દેખાદેખીમાં મેન લાઇનમાં બારોબાર કનેક્શન જોડી દીધાં છે. તેમ જણાવતા પાલિકાની ટીમ પણ ચોકી ઉઠી હતી. ત્યારબાદ ઉપરોક્ત પાલિકાની ટીમે પાણીની પાઇપલાઇનમાં દરેક સોસાયટીના ખૂણા પર ચેકિંગ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. સાથે સાથે આ વિસ્તારોમાં જે પ્લમ્બર દ્વારા ડી.આઇ.ની પાઇપલાઇનમાં ડ્રિલ મશીન વડે ગેરકાયદેસર પંચર કરી બારોબાર જોડાણ આપ્યું છે. પ્લમ્બર સામે પણ ગુનો દાખલ કરાવવા માટે પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખની છે કે ગલાલિયાવડ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ સોસાયટીઓમાં નાખવામાં આવેલી નળ સે જળ યોજનાં ફારસરૂપ સાબીત થઈ છે. બીજી તરફ પંચાયતના જવાબદાર સત્તાધીશો પીવાની પાણીની સુવિધા આપવામાં વામણા પુરવાર થતાં સ્થાનિકો પોતાની પાણીની જરૂરિયાતો માટે ગેરકાયદેસર રીતે નગરપાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ કર્યુ હોવાનુ સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય વર્ષોથી દાહોદ શહેરની આસપાસ આવેલા ગ્રામ પંચાયતના વિસ્તારોને નગરપાલિકામાં સમાવેશ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા ઝડપથી આ વિસ્તારોને નગરપાલિકામાં સમાવેશ કરી લેવામાં આવે તો એક તરફ નગરપાલિકાની આવકમાં પણ વધારો થાય તેમ છે ત્યારે બીજી તરફ આવા પ્રકારના ઈશ્યું પણ આપમેળે બંધ થઈ તે આઈ તેમ છે. જોકે દાહોદ વિસ્તાર અંતરીયાળ વિસ્તાર તેમજ પછાત વિસ્તાર ગણાય છે. પણ દાહોદ વિવિધ પ્રકારના કૌભાંડ માટે અતિ સમૃદ્ધ બનતો જાય છે. એક પછી એક નવા કૌભાંડની ભરમાર સૌને ચોકાવી ઉઠે છે. સ્માર્ટ સિટી બનવા જઈ રહેલા દાહોદમાં વહીવટી તંત્ર સાચા અર્થમાં સ્માર્ટનેશ દાખવી આવા કૌભાંડોને દાબી દેશે કે પછી ગુનેગારોને સજા અપાવશે એ પણ જોવું રહ્યું.
*ગલાલિયાવાડ ગ્રામ પંચાયતમાં 50 થી વધુ સોસાયટીના રહીશોએ મેન પાઇપલાઇનને પંચર પાડી જોડાણ કર્યા.*
ગલાલીયાવાડ ગ્રામ પંચાયતમાં 50થી વધુ સોસાયટીના રહીશોએ ડી. આઇની મેન પાઇપ લાઇનમાં ડ્રીલ વડે પંચર પાડી બારોબાર બે ના કનેક્શન જોડી દેતા કડાણા જળાશય આધારિત પીવાની પાઇપલાઇન પણ નભતા ગોદીરોડ વિસ્તારના 22,000 ની વસ્તીને પાણીની સમસ્યા ઊભી થવા પામી છે છેલ્લા 12 દિવસ ઉપરાંત થી પાણીનો લો પ્રેશર સાથે પાણી આવતાં પાલિકા દ્વારા તપાસ હાથ કરતા ભોપાળુ સામે આવ્યું છે.