રાજેશ વસાવે દાહોદ
દાહોદના ઝાયડસ મેડિકલ કોલેજના રેસીડેન્સ ક્વાર્ટર માં 20 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યો.
દાહોદ તાલુકાના નીમનળીયા ગામે આવેલી મેડિકલ કોલેજના રેસીડેન્સ ક્વાર્ટરમાં એક યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આઈખું ટૂંકાવ્યા હોવાનું સામે આવ્યું છે.
દાહોદ તા . 10
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના નીમ નળિયા ખાતે આવેલા ઝાયડસ મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા અને રેસીડેન્સ ક્વાર્ટરના C બ્લોકના C-1 301 માં રહેતા તબીબની 20 વર્ષીય સાળી સારિકા માલીવાડે અગમ્ય કારણોસર ફ્લેટમાં બારીની ગ્રીલમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેના પગલે ઝાયડસ મેડિકલ કોલેજમાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ દાહોદ ગ્રામ્ય પોલીસ મથકે કરવામાં આવતા દાહોદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને મરણ જનાર સારિકા માલીવાડના મૃતદેહને પીએમ અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી સીઆરપીસી 174 મુજબ નિવેદન લઈ ગુરુ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.