રાજેશ વસાવે :- દાહોદ
ગુજરાતમાં પ્રીમોનસુન એક્ટિવિટી અંતર્ગત વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી સાચી પડી.
દાહોદ- ગરબાડામાં ભારે પવન તેમજ ગાજવીજ વચ્ચે વરસાદ વરસતા ઠંડક પ્રસરી.
દાહોદ તા.09
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના પગલે દાહોદ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો હતો. પંથકના દાહોદ ગરબાડામાં કાળા ડીબાંગ વાદળો ની ફોજ ઊમટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ગરબાડા તેમાં દાહોદમાં ભારે પવન તેમજ ગાજવીજ સાથે વરસાદ વરસતા પંથકવાસીઓને આકરી ગરમી માંથી રાહત મળી હતી. રવિવારે રજા નો દિવસ હોય વાતાવરણ ખુશનુમાં બનતા દાહોદ વાસીઓ ઘરેથી બહાર લટાર મારવા નીકળી પડ્યા હતા.
અત્રે ઉલ્લેખની છે કે હવામાન વિભાગ દ્વારા 12 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે ચોમાસાની શરૂઆત પણ જુના બીજા સપ્તાહમાં થતી હોય. આજનો વરસાદ મોનસુન એક્ટિવિટી પણ હોઈ શકે છે. સંભવત આગામી સપ્તાહથી દાહોદ જિલ્લામાં નેતૃત્વના ચોમાસાનો આગમન થશે. અને દાહોદવાસીઓને ગરમીથી રાહત મળશે.