#DahodLive
બોગસ બિનખેતીના હુકમોમાં દાહોદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ: હારું પટેલ ના રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો..
દાહોદના બહુચર્ચિત બોગસ બિન ખેતીના હુકમના બીજાં પ્રકરણમાં ટ્રાન્સફર વોરંટના આધારે સબજેલમાંથી ધરપકડ.
હારુન પટેલ ઉર્ફે કડકની જામીન અરજી નામંજૂર કરતી દાહોદ કોર્ટ..
દાહોદ તા.૦૮
દાહોદમાં ચર્ચા મચાવનાર બોગસ બિન ખેતીના હુકમોના આધારે સરકારી પ્રીમિયમની ચોરી પ્રકરણમાં ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલા મુખ્ય ભેજાબાજ shaishv પરીખની બીજા ગુનામાં ટ્રાન્સફર વોરંટ ના આધારે દાહોદ જેલમાંથી ધરપકડ કરવામાં આવ્યું છે. ઉપરોક્ત શિષો પરીખને આવતીકાલે કોર્ટમાં રજુ કરી સમગ્ર પ્રકરણમાં ખૂટતી કડી અને અન્ય કેટલાક સર્વે નંબરોમાં સરકારના પ્રીમિયમની ચોરી કરી સરકારની તિજોરી ને ચૂનો ચોપડવાનું કારસ્તાન કર્યું છે તે અંગે પોલીસ રિમાન્ડ મેળવી તપાસતો ધમધમાટ બોલાવશે. સાથે સાથે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય લોકોની સામે પણ ધરપકડના ભણકારા સંભળાઈ રહ્યા છે.
દાહોદમાં વર્ષ 2018માં કસ્બા રેવન્યુ સર્વે નંબર 303 305 306 માં જિલ્લા વિકાસ અધિકારીનો બોગસ NA નો હુકમ રજુ કરી આશરે 11 કરોડની પ્રીમિયમ ચોરીનો મામલો દાહોદ પોલીસને ધ્યાને આવતા પોલીસે આ મામલામાં તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન કસભા રેવન્યુ સર્વે નંબર 376/૧/૧/૪ માં પણ પ્રાંત અધિકારીના બોગસ હુકમના આધારે સરકારના પ્રીમિયમની ચોરી કરી હોવાનું પ્રકરણ પોલીસના ધ્યાને આવતા પોલીસે બંને પ્રકરણમાં જકરીયા ટેલર, હારું પટેલ ઉર્ફે કડક તેમજ સમગ્ર પ્રકરણમાં મુખ્ય ભેજાબાજની ભૂમિકામાં રહેલા શેશવ પરીખની ધરપકડ કરી પૂછપરછનો દોર શરૂ કર્યો હતો આ મામલામાં સર્વે નંબર 303 305 306 મા કરાયેલા બિનખેતીના બોગસ હુકમમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. આ મામલામાં પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.ત્યારે બીજા પ્રકરણમાં એટલે કે સર્વે નંબર 376 /1/1/4 માં હારુન પટેલની ધરપકડ કરી સાત દિવસનો રિમાન્ડ મેળવવામાં આવ્યો હતો. આ રિમાન્ડ દરમિયાન હારુન પટેલે શેશવ પરીખ દ્વારા બોગસ બિનખેતીનો હુકમ લાવ્યા હોવાની કબુલાત કરી હતી. ત્યારબાદ રિમાન્ડ પૂર્ણ થતા હારુન પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.ત્યારબાદ પોલીસે આ કેસમાં પહેલેથી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયેલા કેશવ પરીખ ને આજે ટ્રાન્સફર વોરંટ ના આધારે ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આ માંમલામાં શેશવ ને આવતીકાલે દાહોદની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાશે.