રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદમાં ત્રિવેણી સંગમ ખાતે મળેલી લાશનો ભેદ ઉકેલાયો,₹ 1200 રૂપિયા ખાતર હત્યા કરાઈ હોવાનો ખુલાસો:હત્યારાની ધરપકડ.*
*વર્ષો પહેલા કૂતરાની હત્યાથી પ્રેરાયેલા માથાભારે ઈસમે માનવવધ કર્યો.*
દાહોદ તા. ૮
દાહોદ તાલુકાના રળીયાતી ત્રિવેણી સંગમ ખાતે ગઈકાલે મળેલી બિનવારસી હાલતમાં માં પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી દીધો છે. જેમાં માથા ફરેલા ઈસમે માત્ર નજીવા પૈસાની લાલચે ઉપરોક્ત વ્યક્તિને માથાના ભાગે બોથડ પદાર્થો વડે ઈજાઓ પહોંચાડી મોતના ઘાટ ઉતાર્યા બાદ પુરાવાના નાશ કરવા માટે આ વ્યક્તિને લાશને નદીમાં ફેંકી ફરાર થઈ ગયો હતો જોકે પોલીસે સમગ્ર મામલાનો ભેદ ઉકેલી ઉપરોક્ત હત્યારા ને લૂટ વિથ મર્ડરના ગુનામાં જેલ ભેગો કર્યો હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના રળીયાતી નજીક ખાનનદી ત્રિવેણી સંગમ પર ગઈકાલે એક અજાણ્યા ઇસમની લાશ જોવાતા સ્થાનિકો દ્વારા દાહોદ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટા સ્થળે પહોંચેલી દાહોદ પોલીસે ઉપરોક્ત મરણ જનાના મૃતદેહને બહાર કાઢી તપાસ હાથ ધરતા તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ જોવાતા આ વ્યક્તિનું કોઈએ હત્યા કરી હોવાની આશંકાએ પોલીસે મરણ જનાર વ્યક્તિના મૃતદેહને પીએમ અર્થે મોકલી ચાર જેટલી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા મરણજના યુવક આગાવાડા ગામનો લાલાભાઈ છગનભાઈ ભાભોર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે આમ આ મામલે તપાસ હાથ ધરતા રળીયાતી ત્રિવેણી સંગમ ખાતેના રહેવાસી ગણેશ ઉર્ફે સની તાનસીંગભાઇ શાંતિલાલ ડામોર દ્વારા બોલાચાલી અને ઝઘડો થયો હોવાનું જાણવા મળતા પોલીસે ઉપરોક્ત ગણેશ ડામોરની શોધખોળ હાથ ધરી હતી. જોકે ઉપરોક્ત ગણેશ ડામોર ઉજ્જૈન ભાગે તે પહેલા પોલીસે રેલવે સ્ટેશન ખાતેથી તેની ધરપકડ કરી પૂછપરછ હાથ કરતા ઉપરોક્ત ગણેશ ડામોરને પૈસાની જરૂર હોઈ મરણજનાર લાલાભાઇ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. અને તેમાં ગુસ્સામાં આવેલા ગણેશ ડામોરે બોથડ પદાર્થ વડે માથાના ભાગે જીવ લેણું જાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધું માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યા બાદ પુરા વાલા નાશ કરવા માટે મરણજના લાલાભાઇની લાશને નદીમાં ફેકી તેના ખિસ્સામાંથી ₹ 1200 રૂપિયા કાઢી હોવાની કબુલાત કરતા પોલીસે આ મામલામાં લૂંટ મર્ડર નો ગુનો દાખલ કરી ગણેશ ડામોરને જેલ ભેગો કર્યો છે.
*પોલીસે આરોપી પાસેથી લોહીના ડાઘાવાલાં રૂપિયા રીકવર કર્યા.*
ઉપરોક્ત હત્યારા ગણેશ ડામોરે લાલાભાઇ ભાભોરની હત્યા કર્યા બાદ તેની ખિસ્સામાં પડેલા ₹1200 કાઢી લીધા હતા આ દરમિયાન લાલાભાઇના લોહીના નિશાન ઉપરોક્ત નોટો પર આવી ગયા હતા. જે લોહીના ડાઘાવાળી નોટો પોલીસે આરોપી ગણેશ ડામોર પાસેથી રિકવર કરી છે.
*વર્ષો પહેલા કૂતરાની હત્યાથી પ્રેરાયેલા ગણેશ ડામોરે લાલાભાઇ ભાભોર ની હત્યા કરી હોવાની કબુલાત કરી.*
ઉપરોક્ત હત્યારા ગણેશ ડામોરે થોડાક વર્ષ પૂર્વે કૂતરાની હત્યા કરી તેની લાશને દાટી દીધી હતી. વર્ષો પહેલા કૂતરાની કરેલી હત્યાથી પ્રેરાયેલા ગણેશ ડામોરે લાલાભાઇ ની હત્યા કર્યા બાદ પુરાવાના નાશ કરવા માટે તેની લાશ ને ત્રિવેણી સંગમ ખાતે ફેંકી દીધી હતી. પરંતુ આ લાશ બહાર આવતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. ઉપરોક્ત મામલામાં ગણેશ ડામોરે પોલીસ પૂછપરછ માં ગુનાની કબુલાત કરી છે.