સંજેલી મહેન્દ્ર :- ચારેલ..
સંજેલી તાલુકામાં 137 આંગણવાડી કેન્દ્રમાંસંજેલી તાલુકામાં 137 આંગણવાડી કેન્દ્રમાં તેલનો જથ્થો ન ફળવાતા બહેનોને ભારે હાલાકી. તેલનો જથ્થો ન ફળવાતા બહેનોને ભારે હાલાકી.
આઇસીડીએસ વિભાગ દ્વારા તેલ જથ્થો ન ફળવાતા વર્કરોને વેચાતું તેલ લાવવાનો વારો.
7 મહિના થી પોષણ સુધાના યોજનાના બીલો પેન્ડિંગ હોવાના કારણે આંગણવાડી વર્કરો પાસે ખરીદી કરવાના પૈસા જ નથી.
6 મહિનાથી તેમના ડબ્બા જથ્થો પેન્ડિંગ સાથે પોષણ સુધાના બિલો પણ પેન્ડિંગ? બહેનો પૈસા વગર ખરીદી ક્યાંથી કરશે?
સંજેલી તા. ૭
સંજેલી તાલુકાની 137 આંગણવાડી કેન્દ્ર આવેલા છે જેમાં 0થી6 માસ 6થી3 અને 3 થી 6 વર્ષ 14થી18 ની કિશોરીઓ સાથે સગર્ભા ધાત્રી માતાઓની 13000 જેટલા લાભાર્થીઓની સંખ્યા આવેલી છે. જેમાં સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત મૂકવામાં આવી છે પણ છેલ્લા 6 મહિનાથી તેલના ડબ્બાનો સ્ટોક ન ફાળવતા આંગણવાડી વર્કરોએ બજારમાંથી વેચાતું તેલ લેવાનો વારો આવ્યો છે.તેમજ પોષણ સુધાના બીલો પણ 7 મહિનાના બાકી હોવાના કારણે આંગણવાડી વર્કરો બહેનોની હાલત કફોડી બની છે. પોષણ સુધા યોજનાના બિલો એડવાન્સમાં બિલો નાખવા માટે પરિપત્ર હોવા છતાં 6,7, મહિના જેટલા ટાઈમ થી બીલો પેન્ડિંગ હોવાના કારણે આંગણવાડી વર્કર બહેનોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. આઇસીડીએસ વિભાગની બેદરકારી હોય તેમ જોવારહ્યું છે. તાલુકાની આંગણવાડી વર્કરો બહેનો પોતાના પૈસાથી તેલ ખરીદીને બાળકો તેમજ સગર્ભા ધાત્રી બહેનોનું ભોજન બનાવિને આપવા મજબૂર બન્યા છે. સાથે બીલો પણ પેન્ટિંગ હોવાથી વર્કર બહેનો ક્યાંથી પૈસા લાવીને મરચું,મસાલો,તેલ,ગોળ, શાકભાજી સહિતની ખરીદી કરે વહેલી તકે આઇસીડીએસ વિભાગ દ્વારા પોષણ સુધા ના બીલો નાખવામાં આવે સાથે 137 આંગણવાડી કેન્દ્રમાં તેલના ડબ્બા ફાળવવામાં આવે તેવી વર્કર બહેનોની માંગ ઉઠવા પામી છે.
આંગણવાડી કેન્દ્રમાં તેલનો જથ્થો ન ફરવાતા આઇસીડીએસ વિભાગમા નેહા બેન ને ફોન કરતા તેમને એકબીજા પર ખો મૂકી ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે કે હું ક્યાં સ્ટોક ફાળવું છું તમને કોને કીધું આ મારા અંડરમાં આવે એવું કોને કીધું તમે એનું નામ કહો પછી હું માહિતી આપીશ? પછી કહે છે તેલના ડબ્બાની ડિમાન્ડ કરી છે પણ ઉપરથી સ્ટોક ફાળવવામાં આવ્યો નથી કહી ફોન મૂકી દીધો.
નેહાબેન પોષણ સુધા યોજના