
રાજેશ વસાવે :- દાહોદ
ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ 108 ની ટીમે સગર્ભા મહિલાની સ્થળ પર સફળ પ્રસૂતી કરાવી*….
દાહોદ તા. ૭
દાહોદ જીલ્લાનાં ટુંકી વજુ ગામના સ્થાનિક સગર્ભા મહિલાને પ્રસુતિ ની પીડા ઉપડતાં 108ની મદદ લેવામાં આવી હતી. 108ની ટીમ તાત્કાલિક ટુંકી વજુ ગામે પહોંચી સગર્ભા મહિલાને તપાસતા સગર્ભાને પ્રસુતિનુ અસહ્ય દુઃખાવો હોવા છતાં 108ની ટીમે સફળતા પુર્વક જોખમી જુડબા બાળકો ની પ્રસૂતી કરાવી માતા અને નવજાત બાળકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા…
ટુંકી વજુ ગામમાં રહેતી એક સગર્ભા મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા તેમને 108ની મદદ લેવામાં આવી હતી. ઈ એમ ટી તુષારભાઈ તિતરિયા અને પાયલટ પ્રવીણભાઈ ભરવાડ પંચવાડા 108ની ટીમ તાત્કાલિક ટુંકી વજુ ગામે પહોંચી સગર્ભા મહિલાને તપાસતા મહિલા ને ખુબ જ પીડા હોવાથી સ્થળ પર ડિલિવરી કરાવવાની જરૂર પડી હતી અને જુડવા બાળકો હોવાથી આ પ્રસુતા માતા ખૂબ જ જોખમી હોવાથી સગર્ભા મહિલા દર્દી ની ઈ.એમ.ટી તુષારભાઇ દ્વારા ઈમરજન્સી ફીઝિસિયન ની સલાહ મુજબ સફળતા પૂર્વક પ્રસૂતિ કરવામાં આવી હતી. એક નવજાત બાળકને શ્વાસ લેવામાં તકલીફ હોવા ના કારણે ક્રત્રિમ રીતે શ્વાસ આપી ને જીવન રક્ષણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ માતા અને નવજાત બાળકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઝાયડસ સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા આ તકે દર્દીના પરિવાર જનો એ 108 ના સ્ટાફ ની કામગીરી ને બિરદાવી હતી.