રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ ,
દાહોદ તા. ૬
દાહોદ શહેરના ઝાયડસ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં એકાએક શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા ઘટનાની જાણ ફાયર ફાઈટરને કરવામાં આવતા દાહોદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગને ઓલવી હતી સાથે સાથે આજ્ઞા બનાવવામાં કેજ્યુલીટી વોર્ડમાંથી બે દર્દીઓનો રેસક્યુ કર્યું હતુ. આ બનાવના પગલે અપરાફળીનો માહોલ સર્જાયો હતો પરંતુ આ ઘટના મોકડ્રિલ હોવાનું અંતે બહાર આવતા સો કોઈએ હાશકારો અનુભવ્યો હતો.
દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં આજરોજ ફાયર બ્રિગેડ દ્વારા મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાયર ઓફિસર દીપેશ જૈન ને સૂચના મળી હતી કે દાહોદ ઝાયડસ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં આગ લાગી હોવાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો સાથે ઘટના સ્થળે આવ્યાં હતા. અને આગને ઓલવી બે દર્દીઓનો રેસક્યું કરી બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે આ મોક ડ્રિલ હોવાથી હોસ્પિટલમાં હાજર દર્દીઓ તેમજ સ્ટાફની ભારે ભીડ ભેગી થઈ હતી. ખાસ કરીને રાજકોટ ટીઆરપી ગેમ ઝોન માં આગ લાગવાની ઘટના બાદ રાજ્યભરમાં મોકડ્રીલ દ્વારા આગ લાગવાની ઘટનામાં ખાસ કરીને કેવા પ્રકારના તકેદારી ના પગલાં લેવા જોઈએ શું કરવું જોઈએ તે અંગેની એવરનેસ માટે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.ત્યારે દાહોદમાં પણ ઝાયડસ હોસ્પિટલના સીઈઓ સંજીવ કુમાર, તથા અન્ય સ્ટાફ પણ તેમજ ફાયર બ્રિગેડના જવાનો આ મોક ડ્રીલ માં હાજર રહ્યા હતા.