રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ મતગણતરી પૂર્ણ થયાં બાદ મામલતદારની સરકારી ગાડીમાં આગ ફાટી નીકળી.
દાહોદ એન્જીનીયર કોલેજ મતગણતરી સ્થળ નજીક ઘટના બની બની.
સંજેલી મામલતદારની કારમાં આગ ભભુકી ઉઠી :વાયરીંગ શોર્ટ સર્કિટ.
સંજેલી તા.05
દાહોદ ઈજનેરી કોલેજ ખાતે લોકસભાની ચૂંટણીની મતગણતીની ડ્યુટીમાં આવેલા મામલતદારની ટાટા સુમો ગાડીમાં છાપરી ગામે એકાએક ધુમાડા નીકળ્યા બાદ આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઇ હતી. ગાડીમાં સવાર મામલતદાર, મહેસુલી તલાટી અને ચાલક હેમખેમ બહાર નીકળી જતાં કોઈ નુકસાન થયુ નહતું.દાહોદની ઇજનેરી કોલેજ
ખાતે મંગળવારે લોકસભા ચૂંટણી માટે થયેલા મતદાનની મતગણતરી યોજાઈ હતી. આ કામગીરી માટે આખા જિલ્લામાંથી મામલતદાર, પ્રાંત અધિકારી, તલાટી સહિતના કર્મચારીઓને વિવિધ કામગીરી સોંપવામાં આવી હતી. સંજેલીના મામલતદાર જે.પી પટેલ સહિતનો સ્ટાફ પણ સવારે ડ્યૂટી માટે દાહોદ આવ્યો હતો. સરકારી ટાટા સુમો ગાડી કોલેજ નજીક પાર્ક કરવામાં આવી હતી. સાંજે 6.30 વાગ્યે મતગણતરીની ડ્યૂટી પૂર્ણ કર્યા બાદ મામલતદાર જે.પી પટેલ, સંજેલીના મહેસુલી તલાટી સુરેશભાઈ ચૌધરીને લઈને ચાલક અનિલભાઇ સંગાડા સંજેલી જવા નીકળ્યો હતો. ત્યારે ગાડી મતગણતરી સ્થળ ક્રોસ કરીને થોડેક જ દૂર નીકળતાં ત્યાં બોનેટમાંથી એકાએક ધુમાડા નીકળવા લાગ્યા હતાં. ચાલકે ગાડી સાઈડમાં કરતાં મામલતદાર પટેલ અને તલાટી તેમજ ચાલક નીચે ઉતર્યા હતાં. તેઓ કંઇ સમજે તે પહેલાં જ ગાડીમાં આગ ફાટી નીકળી હતી.