Thursday, 28/03/2024
Dark Mode

દાહોદમાં 108 ના કર્મચારીઓની સરાહનીય કામગીરી,એક દિવસમાં જુદા જુદા ત્રણ પ્રસુતાની એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા કરાવી નોર્મલ ડિલિવરી..

November 19, 2021
        3018
દાહોદમાં 108 ના કર્મચારીઓની સરાહનીય કામગીરી,એક દિવસમાં જુદા જુદા ત્રણ પ્રસુતાની એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા કરાવી નોર્મલ ડિલિવરી..

નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદમાં 108 ના કર્મચારીઓની સરાહનીય કામગીરી,એક દિવસમાં જુદા જુદા ત્રણ પ્રસુતાની એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા કરાવી નોર્મલ ડિલિવરી

મહિલા અને તેમના પરિવારે 108 ની ટીમ નો આભાર વ્યક્ત કર્યો

દાહોદ તા.19

રાજ્યની 108 એમ્બ્યુલન્સ સેવા ખરેખર લોકો માટે આશીર્વાદ સમાન બની છે ત્યારે એકવાર ફરીથી શહેર માં 108 મહિલા અને તેમના બાળક માટે દેવદૂત સાબિત થઈ હોવાનું સામે આવ્યું છે જેમાં એક પ્રસૂતાની 108 ના ઇમરજન્સી મેડિકલ ટેકનિસિયનએ એમ્બ્યુલન્સમાં મહિલાની સફળ ડિલિવરી કરાવી હતી અને બાદમાં માતા અને બાળકોને નજીક ની હોસ્પિટલ માં ખસેડાયા હતા.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ શહેર માં ઘુઘસ ગામમાં રહેતા હુકીબેન રમેશભાઈ મુનીયાને ગત તારીખ 17ના રોજ રાત્રે 11:00વાગ્યાના અરસામાં અચાનક પ્રસુતિની પીડા ઉપડતા તેઓને તાત્કાલિક પ્રસુતિ માટે લાઇ જવાની ફરજ પડી હતી જેથી 108 એમ્બ્યુલન્સ નો સંપર્ક કરતા મુવાડા લોકેશનની 108 ના પાયલોટ કિર્તિપાલભાઈ રાઠોડ અને ઇએમટી અરવિંદભાઈ ખાંટ તાબડતોડ ઘટના સ્થેળે પહોંચ્યા હતા મહિલાને વધુ દુખાવો થતા 108 ના ઇએમટી અરવિંદભાઈએ ઓનલાઈન ફિજીસીયન ના માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં મહિલાની નોર્મલ પ્રસુતિ કરાવી માતા અને બાળક નો જીવ બચાવ્યો હતો અને બાદમાં બંને ને નજીક ની સરકારી હોસ્પિટલ માં ખસેડાયા હતા,

અને બે બીજા કેસમાં જેમાં આશાબેન જગાભાઈ અમલિયાર રહવાસી ગામ સીમલીયા ખુર્દ અને મેશાબેન મડિયાભાઈ અમાલિયાર ગામ ગડોઈની એમ્બ્યુલન્સ સેવાનાં સ્ટાફ ઈએમટી નરેશભાઈ દેવડા દ્વારા ઑનલાઇન ફીઝિસિયનની સહાયતા થી સ્થળ ઉપર મહિલાની નોર્મલ ડિલિવરી કરાવી હતી. અને બાદમાં બંનેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આવી સરસ સેવા જોઈને બધાને ટીમનું આભાર વ્યક્ત કર્યો હતો.. આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!