બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સમર કેમ્પ યોજાયો
ભિતોડી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ યોગ બોર્ડમાં મારગાળા,નાનીબારા, પટીસરા,ડબલારા તથા ભિતોડી પ્રાથમિક શાળાના કુલ 105 બાળકોએ ભાગ લીધો
સુખસર,તા.29
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અને દાહોદ જિલ્લા કોર્ડીનેટર દેવેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અનુસાર ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળા ખાતે તારીખ 20/05/2024 થી તારીખ 29/05/2024 સુધી 10 દિવસ દરરોજ બે કલાક સવારમાં સમય 7:00 કલાક થી 9:00 સુધી 7 થી 15 વષૅ સુધીના બાળકોને યોગ, સૂક્ષ્મ વ્યાયામ,સંસ્કાર, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર,વિવિધ આસનો તથા રમતો વગેરે નું શિક્ષણ આપવામા આવ્યું હતું.દરરોજનાં મેનુ અનુસાર નાસ્તો,લીંબુ,શરબત વગેરે આપવામા આવ્યું હતું.
છેલ્લા દિવસે દાળ,ભાત,કળી,કેરીનો રસ વગેરે ભોજન આપવામા આવ્યું હતું.મારગાળા,નાની બારા,પટીસરા, ડબલારા તથા ભીતોડી પ્રાથમિક શાળાના કુલ 105 બાળકોએ ભાગ લીધો હતો.અને તમામને સર્ટીફીકેટ ગુજરાત સ્ટેટ બોર્ડ દ્વારા વિતરણ કરવામાં આવ્યા હતા.
આ યોગ સમર કેમ્પમા સંચાલક ધુળાભાઈ પારગી,સહ સંચાલક શંકરભાઈ કટારા,સહ સંચાલક આશાબેન મછાર નાઓ દ્વારા પોતાની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી હતી.બાળકોમાં ખુબજ ઉત્સાહ જોવા મળ્યો હતો.અને આવા યોગ સમર કેમ્પ દર વર્ષે યોજાય તો બાળકોને વધારે રમત ગમત ક્ષેત્રે આગળ વધે તેવો અનુભવ ગામ લોકો ને કરાવવામાં આવ્યો હતો.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ફતેપુરા તાલુકાના યોગ કોચ ધુળાભાઈ પારગી દ્વારા છેલ્લે ‘કરો યોગ,રહો નિરોગી,ઘર ઘર પે હમ જાયેંગે,સબકો યોગ શિખાયેંગે’,ભારત માતાકી જય, જય ગરવી ગુજરાત’નાં નારા સાથે કાર્યકમને પુર્ણાહુતિ આપવામાં આવી હતી.