મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી ઝાલોદ રોડ ઉપર શુ? રાજકોટ વાળી થશે પછી તંત્ર જાગશે?
સંજેલીમાં મુખ્ય રોડ ઉપર વીજ વાયરોમાં સાંધા મારેલા વીજ લાઈન જીવતા બોમ્બ સમાન.
સ્થાનિકોએ એમજીવીસીએલને અનેકવાર મોબાઇલથી રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય.
વીજ વાયર મુખ્ય રોડ પર તૂટી પડે તો અનેક વ્યક્તિઓનો ભોગ બને તે પહેલા રીપેરીંગ કરવા માંગ.
આ મુખ્ય રસ્તા પર અનેક વખત બંને વાયર ટકરાવાથી શોર્ટ સર્કિટ થતા સ્થાનિકોમા ભયનો માહોલ.
સંજેલી તા.૨૮
સંજેલી નગરમાં એમજીવીસીએલની બેદરકારી કે પછી આળસ તંત્રને સ્થાનિકો દ્વારા જાણ કરવા છતાં પણ તંત્રને રીપેરીંગ કરવામાં રસ નથી. એમજીવીસીએલ નું તંત્ર કોઈ મોટી હોનારત ની રાહ જુએ છે કે શુ?સંજેલી ઝાલોદ રોડ માર્કેટ જવાના મુખ્ય રોડ પર જ વીજવાયરોમાં સાંદા મારેલા છે જે જોખમી હાલતમાં જોવા મળી રહ્યા છે સ્થાનિકોએ mgvcl ને અનેક વાર મોબાઇલ ફોનથી જાણ કરવામાં આવી છતાં આ વીજ વાયરો બદલવામાં આવ્યા નથી.થોડું પવન આવે તો સાંદા મારેલા વાયર પર અનેકવાર શોર્ટ સર્કિટના બનાવ બનતા હોય છે. અને બાજુમાં એક વીજવાયર ક્રેક હાલતમાં જોવા મળી રહ્યો છે છતાં તંત્ર દ્વારા આ સાંધા મારેલા વાયરો બદલવામાં આવતા નથી. આ બાબતની તંત્રને જાણ કરવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે કે પછી રાજકોટ વાળી થશે તેવી રાહ જોવાય રહી હોય તેમ અનેક પ્રશ્નો સ્થાનિકો તેમજ ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યા છે. મેન્ટેનન્સ કામગીરીને લઈ લાઈટ બંધ રાખી પુરવઠો બંધ રાખવામાં આવે છે તો આ જોખમી હાલત સાંદા મારેલા વાયરો ક્યારે બદલવામાં આવશે? થોડું પવન કે પક્ષી બેસે તો અનેકવાર વાયરો ભેગા થઈ જતા હોય છે અને શોર્ટ સર્કિટ તથા સ્થાનિકોમા ભઈ સતાવી રહ્યો છે. આ સંજેલી ઝાલોદ રોડ મુખ્ય હોવાના કારણે હજારો માણસો વાહન વ્યવહારની અવર-જવર થતી હોય છે આ સાંદા મારેલો વાયર અને એક ક્રેક વાર ક્યારે તૂટી પડે તેનું કોઈ જ નક્કી નથી કેમ કે તંત્ર તૂટી પડવાની જોવાઈ રહ્યું છે? તંત્ર દ્વારા વહેલી તકે ચોમાસા પહેલા નવા વીજ વાયરો નાખી કામગીરી કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામે છે.
*નવા વીજ વાયરો નાખવા માટે MGVCL કચેરીએ ટેલિફોનિક રજૂઆત કર્યા બાદ પણ પરિણામ શૂન્ય :- નિલેશ ચારેલ સ્થાનિક દુકાનદાર.*
મુખ્ય રોડની ઉપર વીજવાયર ક્રેક અને બીજી જગ્યા પર સાંદા મારેલા વાયર પર પક્ષી કે પવન આવે તો સોટ સર્કિટના બનાવો બને છે કોઈ મોટી હોનારત ના સર્જાય તે માટે મે ઝાલોદ એમજીવીસીએલને નવા વાયરો નાખવા અનેક વખત મોબાઈલથી ફોન કરી જાણ કરી હતી છતાં આજ દિન સુધી કોઈ હજી રીપેર માટે આવ્યું નથી.